નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલામાં CRPFનાં કાફલા પર ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં. આ હુમલામાં જૈશનાં આતંકીઓનો હાથ હતો. જે બાદથી ભારત-પાકિસ્તાન વૈશ્વિક મંચ પર અલગ-થલગ થવાનો પ્રયાસ તેજ કર્યો છે.
આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે મેચ નહીં રમવાને લઇને જાહેર નિવેદનની વચ્ચે વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કરી છે કે મેચ ન રમવી સરેન્ડર કરવાથી પણ ખરાબ છે. તેમણે લખ્યું છે કે, આ તો વગર લડે હારી જવા જેવું થશે.
પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં CRPFનાં કાફલા પર થયેલાં ફિદાયીન હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવબદારી જૈશ એ મોહમ્મદે ઉઠાવી હતી. જે બાદથી ભારત-પાકિસ્તાન વૈશ્વિક મંચ પર અલગ-થલગ થવાનો પ્રયાસ તેજ કર્યો છે.
થરૂરે તેમની ટ્વિટમાં કહ્યું છે કે, '1999માં કારગિલ યુદ્ધ સમયે પણ ભારતે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી હતી. અને જીતી પણ હતી. તેથી આ વર્ષે પાકિસ્તાન સાથે મેચ નહીં રમવાથી ભારતને ન ફક્ત બે પોઇન્ટનું નુક્સાન થશે આ સરેન્ડરથઈ પણ ખરાબ ગણાશે. કારણ કે આપણે વગર લડે જ હારી જઇશું.'
Reminder: at the height of the 1999 Kargil War, India played Pakistan in the cricket World Cup, & won. To forfeit the match this year would not just cost two points: it would be worse than surrender, since it would be defeat without a fight. https://t.co/RDgn7VEB5r
આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં BCCI સાથે જોડાયેલાં એક સૂત્રનું કહેવું છે કે જો સરકાર ના પાડશે તો ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ મેચ નહીં રમે. BCCIનાં સોર્સિસ મુજબ, 'સ્થિતિ થોડા સમય બાદ જ સ્પષ્ટ થશે. જ્યારે વર્લ્ડકપ નજીક આવશે. ICCનું તેનાંથી કોઇ જ લેવા દેવા નથી. જો તે સમયે સરકારને લાગે છે કે
અમારે ન રમવું જોઇએ તો અમે નહીં રમીયે. ICCનાં શિડ્યૂલ મુજબ 19 જૂનનાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થશે.'
BCCIનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ એખ દિવસ પહેલાં જ કહ્યું હતું કે, જો ક્રિકેટ પર પ્રતિબંધ લગાવવો છે તો અન્ય ખેલ પર પણ પ્રતિબંધ લગાવવા જોઇએ. તેમણે કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ પહેલેથી જ બંધ છે. જેમાં BCCIએ પોલીસી પણ બનાવી છે. ભારત સરકારની અનુમતિથી જ
દ્વિપક્ષીય ક્રિકેટ મેચ રમાઇ શકે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ફક્ત ICCની મેચોની અનુમતિ BCCIને આપી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર