ઇશાતં શર્માએ ખોલ્યા રહસ્યો - મોહમ્મદ શમી સૌથી આળસુ છે

News18 Gujarati
Updated: May 5, 2019, 3:55 PM IST
ઇશાતં શર્માએ ખોલ્યા રહસ્યો - મોહમ્મદ શમી સૌથી આળસુ છે
ઇશાતં શર્માએ ખોલ્યા રહસ્યો - મોહમ્મદ શમી સૌથી આળસુ છે

કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં ઇશાંત શર્મા ઝહિર ખાન પાસેથી બૂટ ઉધાર લઈને રમ્યો હતો

  • Share this:
ક્રિકેટર ઇશાંત શર્મા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આઈપીએલ 2019માં તેણે 11 મેચમાં 10 વિકેટ ઝડપી છે. પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગૌરવ કપૂરના વેબ શો ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’માં ઇશાંત શર્માએ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ ઘણા રસપ્રદ કિસ્સા શેર કર્યા છે. જેમાં તેણે બતાવ્યું છે કે કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં તે ઝહિર ખાન પાસેથી બૂટ ઉધાર લઈને રમ્યો હતો. કારણ કે તેની કિટ ચોરી થઈ ગઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ થવાની ઘટનાને યાદ કરતા ઇશાંતે કહ્યું હતું કે જ્યારે પ્રથમ વખત તેની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઈ હતી ત્યારે વિરાટ કોહલી તેનો રુમમેટ હતો. બંને સૌરાષ્ટ્ર સામે રણજી મેચ રમી રહ્યા હતા. બોલિંગ કરીને હું ઊંઘી ગયો હતો. તે ટીવી જોઈ રહ્યો હતો. તે લાતો મારીને મને જગાડી રહ્યો હતો. મેં કહ્યું થાક લાગ્યો છે મને ઊંઘવા દે. તેણે કહ્યું હતું કે તું ઇન્ડિયાનો પ્લેયર થઈ ગયો છે. બાદમાં મેં જોયું તો મારું નામ હતું.

આ પણ વાંચો - પિતાની બીમારીના કારણે બે બહેનો બની વાળંદ, સચિને કરાવી દાઢી

અલગ-અલગ રહે છે બુમરાહ

ભારતીય ટીમના ફાસ્ટ બોલરોને લઈને ઇશાંત શર્માએ કહ્યું હતું કે બધા ફાસ્ટ બોલરો સાથે જ ખાવાનું ખાય છે. ફક્ત જસપ્રીત બુમરાહ અલગ-અલગ રહે છે. તે હંમેશા રુમમાં બંધ રહે છે. બુમરાહ રુમમાં જ ઘુસેલો રહે છે, કોઈને અંદર પણ આવવા દેતો નથી. ખબર પડતી નથી કે શું કરે છે.

મોહમ્મદ શમી સૌથી આળસુમોહમ્મદ શમીને ઇશાંતે સૌથી આળસુ ગણાવ્યો હતો. ઇશાંતે કહ્યું હતું કે જ્યારે તે વાત કરે છે ત્યારે પણ આરામ-આરામથી બોલે છે. ઇશાંતે શમીના બોલવાના રીતને નકલ કરી હતી. જ્યારે તેને કહીએ છીએ કે એનર્જી લાવ, તો કહે છે કે શું કરશો એનર્જી લાવીને. તેને બિરયાની ખીલવો-મટન ખીલાવો, ઊંઘી જવા દો અને પછી પાછા ફરી ખવડાવો.
First published: May 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading