Home /News /sport /IND vs ENG 3rd Test: ઇશાંત, અશ્વિન, કોહલી અને બુમરાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવશે ચાર રેકોર્ડ
IND vs ENG 3rd Test: ઇશાંત, અશ્વિન, કોહલી અને બુમરાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવશે ચાર રેકોર્ડ
ચાર ખેલાડી રેકોર્ડ નોંધાવશે.
IND vs ENG 3rd Test: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટરો ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલીથી જસપ્રીત બુમરાહ માટે યાદગાર બની શકે છે.
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટની અગણિત યાદો સમાયેલી છે. સુનિલ ગાવસ્કરથી લઈને સચિન તેંડુલકર સુધી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અહીં કારકિર્દીની નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ મેદાન પર આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટરો ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલીથી જસપ્રીત બુમરાહ માટે યાદગાર બની શકે છે. તમને જણાવીએ કે આ ખેલાડીઓ તેમની કારકિર્દીમાં કઈ સિદ્ધિથી કેટલા નજીક છે.
ધોનીને પાછળ છોડી શકે છે કોહલી
સુકાની તરીકે વિરાટ કોહલી માટે આ મેચ મહત્વપૂર્ણ છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ ઘરેલુ 30માંથી 21 ટેસ્ટ જીતી છે. કોહલી હાલમાં ઘરેલુ સૌથી વધુ ટેસ્ટ જીતવાની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ ધોની સાથે સંયુક્ત રીતે નંબર વન છે. એક ટેસ્ટ જીત્યા બાદ કોહલી આ મામલે ધોનીને પાછળ છોડી દેશે અને ભારતનો સૌથી સફળ કેપ્ટન બનશે.
જો ઇશાંત શર્માને ત્રીજી ટેસ્ટમાં તક મળે છે, તો તે 100 ટેસ્ટ રમનાર બીજા ભારતીય ઝડપી બોલર બનશે. તેણે અત્યાર સુધીમાં 99 ટેસ્ટ રમી છે અને તેમાંથી 302 વિકેટ લીધી છે. ભારતીય ફાસ્ટ બોલરોમાં માત્ર કપિલ દેવ જ છે, જેમણે 100 ટેસ્ટ મેચ રમી છે.
અશ્વિન 400 વિકેટ નજીક
આ ટેસ્ટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે પણ મહત્વપૂર્ણ છે. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 394 વિકેટ ઝડપી છે. જો તેઓ મોટેરા ટેસ્ટમાં 6 વિકેટ લે છે, તો તેઓ 400 વિકેટ ઝડપી લેશે. ભારતીય બોલરોમાં ફક્ત અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંઘ 400 ટેસ્ટ વિકેટ ઝડપી શક્યા છે.
જસપ્રિત બુમરાહ જાન્યુઆરી 2016થી ભારતીય ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 135 મેચ (67 વનડે, 50 ટી 20 અને 18 ટેસ્ટ) રમી છે. આ છતાં, તેને આજદિન સુધી તેના હોમગ્રાઉન્ડ મોટારામાં રમવાની તક મળી નથી. બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં આ તક મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર