ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાને ફટકો, ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થયો

News18 Gujarati
Updated: January 20, 2020, 4:40 PM IST
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાને ફટકો, ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થયો
ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થયો

ભારતનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા રણજી ટ્રોફીમાં ઇજાગ્રસ્ત થયો

  • Share this:
નવી દિલ્હી : ભારતનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા (Ishant Sharma) રણજી ટ્રોફીમાં (Ranji Trophy) ઇજાગ્રસ્ત થયો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ (New Zealand Tour) માટે ભારતીય ટીમ (Indian Team)ની જાહેરાત પહેલા તે ઇજાગ્રસ્ત બન્યો છે. આવા સમયે તેનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ મુશ્કેલ બની શકે છે.

વિદર્ભ સામે મેચના બીજા દિવસે બોલિંગ દરમિયાન તેના જમણા પગની પાનીમાં ઇજા પહોંચી હતી. તે પહેલા પણ આ સમસ્યાથી ઝઝુમી રહ્યો હતો અને સોમવારે ફરીથી ઇજા પહોંચી છે. તે ઘણા દર્દમાં જોવા મળ્યો હતો. તેને સપોર્ટ સ્ટાફની મદદથી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. વિદર્ભની બીજી ઇનિંગ્સમાં 5મી ઓવરમાં આ ઘટના બની હતી. જાણકારી પ્રમાણે ઇશાંતે વિદર્ભના કેપ્ટન ફૈઝ ફઝલને શોર્ટ બોલ ફેંક્યો હતો તે પેડ પર લાગ્યો હતો. આ સમયે ઇશાંતે જોરદાર અપીલ કરી રહ્યો હતો તે સમયે અચાનક પડી ગયો હતો. ફિઝિયો તરત તેની મદદ માટે આવ્યા હતા.

આ પણ વાંચો - BCCIમાં ટીમ ઇન્ડિયાને લઈને નિકળી વેકેન્સી, આ શરતોને કરવી પડશે પૂરી

ઇશાંત ભારતીય ટીમ પછી રણજી ટ્રોફીમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે વિદર્ભ સામે પ્રથમ ઇનિંગ્સમાં 45 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો સભ્ય છે. ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં બે ટેસ્ટ મેચ રમવાની છે. ફેબ્રુઆરીમાં આ ટેસ્ટ રમાવાની છે. જોવું રહ્યું કે ઇશાંતની ઇજા કેટલા ગંભીર છે અને તે ક્યારે ફિટ થાય છે.
First published: January 20, 2020, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading