IND vs END: ઇશાંત શર્માએ ઝડપી 300 વિકેટ, કારકિર્દીની 10 ખાસ વાતો અને આગામી શું છે ટાર્ગેટ

IND vs END: ઇશાંત શર્માએ ઝડપી 300 વિકેટ, કારકિર્દીની 10 ખાસ વાતો અને આગામી શું છે ટાર્ગેટ
ઇશાંત શર્માએ ઝડપી 300 વિકેટ, કારકિર્દીની 10 ખાસ વાતો અને આગામી શું છે ટાર્ગેટ

ઈશાંત શર્મા (Ishant sharma) ટેસ્ટ મેચમાં 300 વિકેટ લેનાર ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો

  • Share this:
    નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ (IND vs END) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માએ તેના ટેસ્ટ કારકિર્દીમાં 300મી વિકેટ પૂરી કરી છે. ઈશાંતે રવિવારે ઈંગ્લેન્ડના ડેનિયલ લોરેન્સ (daniellawrence)ને આઉટ કરી આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ઈશાંત શર્મા (Ishant sharma) ટેસ્ટ મેચમાં 300 વિકેટ લેનાર ભારત (india)નો ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. આ પહેલા મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ (kapil dev) અને ઝાહીર ખાન(zaheer khan) ટેસ્ટમાં 300 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. આ સિવાય 3 ભારતીય સ્પિનર અનિલ કુંબલે (anil kumble), હરભજન સિંહ (harbhajan singh), અને આર અશ્લિન (R Ashwin) ટેસ્ટ કારકિર્દીમાં 300 વિકેટ લેવામાં સફળ રહી ચૂક્યા છે.

    ઈશાંત શર્માની કારકિર્દીની 10 ખાસ વાતો



    1. ઈશાંત શર્માએ ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે ઢાકામાં રમી હતી, અને તે મેચમાં માત્ર તેને એક જ વિકેટ મળી હતી.

    2. ઈશાંત શર્માએ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત 5 વિકેટ પાકિસ્તાન સામે લીધી હતી આ તેમના કરિયરની બીજી ટેસ્ટ મેચ હતી.

    3. ઈશાંત શર્માને ઝાહીર ખાનથી આગળ નિકળવા માટે માત્ર હવે 12 વિકેટ લેવાની જરૂર છે. ઝાહીર ખાને તેની કારકિર્દીમાં 311 વિકેટ ઝડપી છે.

    આ પણ વાંચો - IND VS ENG: મોહમ્મદ સિરાજે ગુસ્સામાં કુલદીપ યાદવનું ગળું પકડ્યું! જુઓ Video

    4. ઈશાંત શર્મા 98મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે તે કપિલ દેવ બાદ સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ભારતીય ફાસ્ટ બોલર છે. મહત્વનું છે કે કપિલ દેવ તેમની કારકિર્દીમાં 131 ટેસ્ટ મેચ રમ્યા છે.

    5. ઈશાંત શર્માએ સૌથી વધુ વિકેટ 59-59 ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઝડપી છે. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે 46 વિકેટ ઝડપી છે.

    6. ઈશાંત શર્મા ભારતમાં અત્યાર સુધીમાં 38 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 101 વિકેટ ઝડપી છે.

    7. ઈશાંત શર્મા સૌથી વધારે 47 ટેસ્ટ મેચ એમ.એસ ધોનીની કેપ્ટનશિપમાં રમ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં તે 37મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

    8. ઈશાંત શર્મા કુલ 6 ખેલાડીઓની કેપ્ટનશિપમાં ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જેમાં ધોની, વિરાટ, સેહવાગ, રહાણે, દ્રવિડ અને કુંબલેનો સમાવેશ થાય છે.

    9. ઈશાંત શર્મા જે 98 મેચોમાં રમ્યો છે તેમાંથી 44માં ભારતને જીત મળે છે જ્યારે 29માં ભારતનો પરાજય થયો છે.

    10. ટેસ્ટમાં ઈશાંત શર્મા અંતિમ વિકેટ માટે સારી પાર્ટનરશિપ કરવામાં પણ સફળ રહેલ છે. તે અનેક વાર ભારત માટે નાઇટ વોચમેનની ભૂમિકામાં જોવા મળ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:February 08, 2021, 16:12 pm

    ટૉપ ન્યૂઝ