ઓસ્ટ્રેલિયાના અખબાર ડેલી ટેલીગ્રાફે ઇશાંત શર્મા પણ ગંભીર આરોપ લગાવ્યો છે. અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે એડિલેડ ટેસ્ટમાં ઇશાંત શર્માએ એક જ ઓવરમાં 6 નો બોલ ફેક્યા હતા. પણ અમ્પાયર તેની પકડી શક્યા ન હતા અને તે ઉંઘતા રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન અખબારના મતે એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઇશાંત શર્માએ કુલ 16 વખત નો બોલ ફેક્યા હતા પણ અમ્પાયરે 5 બોલને જ નો બોલ ફેક્યા હતા. જેમા બે વખત તો ઈશાંત શર્માએ વિકેટ પણ ઝડપી હતી. જોકે ડીઆરએસમાં નો બોલ પકડ્યા પછી તે વિકેટ ઝડપી શક્યો ન હતો.
રિકી પોન્ટિંગે ઉઠાવ્યો મામલો ઇશાંત શર્માના સતત નો બોલ ફેંકવાનો મામલો રિકી પોન્ટિંગ ઉઠાવ્યો હતો. એડિલેડ ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સુકાની પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ઇશાંત શર્માને ચાર વખત નો બોલ ફેકતા જોયો હતો પણ અમ્પાયરે તેને નો બોલ આપ્યા ન હતા. પોન્ટિંગ સતત આ મામલે બોલતો રહ્યો હતો જેથી ફોક્સ સ્પોર્ટ્સે ઇશાંત શર્માની બધી ઓવરોની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ઇશાંત શર્માએ એક જ ઓવરમાં 6 વખત ઓવર સ્ટેપ એટલે કે નો બોલ ફેક્યા હતા પણ આશ્ચર્યતકિત છે કે અમ્પાયરે એકપણ બોલ નો બોલ આપ્યો ન હતો.
Ishant Sharma got away with 16 no-balls in the Adelaide Test.
આ પ્રકારના અમ્પાયરિંગના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ઘણા નારાજ છે. પૂર્વ ક્રિકેટર ડેમિયન ફ્લેમિંગ અને બ્રેડ હોજે અમ્પાયર પર પ્રહાર કરતા તેમને આળસું કહ્યા હતા. ફ્લેમિંગે કહ્યું હતું કે અમ્પાયરોએ નો બોલ આપવી જ પડશે. મને લાગે છે કે આળસુ થઈ ગયા છે. તે બેટિંગ કરી રહેલ ટીમ માટે રન છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાનો આ દાવો કેટલો સાચો છે તે તો ખબર નથી. જો આ દાવો સાચો હોય તો આઈસીસીએ આ મામલાની તપાસ કરવી જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર