Home /News /sport /ઈશાંત શર્મા અને હનુમા વિહારીએ રેસલરને શુભેચ્છા આપતા સમયે કરી મોટી ભૂલ, જાણો સમગ્ર મામલો
ઈશાંત શર્મા અને હનુમા વિહારીએ રેસલરને શુભેચ્છા આપતા સમયે કરી મોટી ભૂલ, જાણો સમગ્ર મામલો
(તસવીર- Mohammed Shami/Instagram)
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને બેસ્ટમેન હનુમા વિહારીને લાગ્યું કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રિયા મલિકે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને આ મૂંઝવણમાં ફસાઈ ગયા અને ભૂલથી પ્રિયાને ટોક્યોમાં જીત માટે અભિનંદન આપ્યા. પછીથી, ટ્વીટ્સને ડિલિટ કરી હતી.
નવી દિલ્લી: ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) શરૂ થઈ ગયું છે. દેશને તેના રમતવીરો પાસેથી અપેક્ષાઓ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટરો ઇશાંત શર્મા(Ishant Sharma) અને હનુમા વિહારી(hanuma vihari)એ ભૂલ કરી હતી. બંને ક્રિકેટરોએ ભૂલથી પ્રિયા મલિકને ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. બાદમાં, ભૂલને જાણ થચા જ ટ્વિટ ડિલિટ કર્યું હતું.
દેશની નજર હાલમાં ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક ગેમ્સ પર છે. ભારતીય ખેલાડીઓ અને ટીમ ઇવેન્ટના ખેલાડીઓ દેશ માટે મેડલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યા છે. મીરાબાઈ ચાનુએ શનિવારે વેઇટ લિફ્ટિંગમાં 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું મેડલમાં ખાતું ખોલાવ્યું હતું. સમગ્ર દેશએ તેની પ્રશંસા કરી અને આ માટે તેમને અભિનંદન આપ્યા.
હનુમા વિહારી અને ઈશાંત શાર્મા કરેલા ટ્વિટરની તસવીર
રેસલર પ્રિયા મલિકે હંગરીમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ઘણા લોકોને તેના વિશે ખબર નહોતી. તેમને લાગ્યું કે, પ્રિયાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઇશાંત શર્મા અને હનુમા વિહારી પણ આ જ મૂંઝવણમાં ફસાઈ ગયા અને ભૂલથી પ્રિયાને ટોક્યોમાં જીતવા બદલ અભિનંદન આપ્યા.
તેઓને જલ્દીથી તેમની ભૂલનો અહેસાસ થયો અને ત્યારબાદ તેઓએ સંબંધિત સંબંધિત ટ્વીટ્સ ડીલિટ કર્યા હતા. જો કે, તેના ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. ઇશાંત શર્મા અને હનુમા વિહારી બંને હાલમાં ઇંગ્લેન્ડમાં આગામી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર