Home /News /sport /ISHAN KISHAN VIDEO: માહિ માટે માન! દિલ જીત્યો ઈશાન! ફેનને એક નાનકડા કામ માટે ના પાડી દીધી

ISHAN KISHAN VIDEO: માહિ માટે માન! દિલ જીત્યો ઈશાન! ફેનને એક નાનકડા કામ માટે ના પાડી દીધી

ઈશાન કિશન ધોની વિશે

Ishan Kishan On MS Dhoni VIDEO: તાજેતરમાં બેવડી સદી મારી છવાઇ જનાર ક્રિકેટર ઈશાન કિશને ધોની માટે કેવું માન બતાવ્યુ એનો એક VIDEO વાઇરલ થઈ ગયો છે. જુઓ શું કહ્યું

    Ishan Kishan On MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમનો સિતારો ઈશાન કિશન આજકાલ પોતાની બેવડી સદીની ઈનિંગને કારણે ચર્ચામાં છે. તે ઈનિંગ બાદ તેના ફેન્સની સંખ્યામાં વધારો થયો છે. ચાહકો તેના ઓટોગ્રાફ માટે તલપાપડ રહે છે. ત્યારે આવો જ ચાહક પોતાનો ઓટોગ્રાફ લેવા માંગતો હતો. જેથી ઇશાન મોબાઇલ કવર પર સાઇન કરવા જ જતો હતો, ત્યાં અચાનક જ તે થંભી ગયો હતો અને સાઇન કરવાની ના પાડી દીધી હતી. જેથી ચાહકને ખરાબ લાગ્યું હતું, પરંતુ કિશને આવું કરવા પાછળ જે કારણ આપ્યું હતું, તેણે બધાનું દિલ જીતી લીધું છે.

    સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો

    ઝારખંડ અને કેરળ વચ્ચેની મેચ બાદ એક ચાહકે ઈશાનને તેના મોબાઈલના કવર પર ઓટોગ્રાફ આપવાની વિનંતી કરી હતી, તે કવર પર પહેલેથી જ એમએસ ધોનીનો ઓટોગ્રાફ હતો. જેથી ઇશાને નમ્રતાપૂર્વક એમએસ ધોનીના ઓટોગ્રાફ ઉપર પોતાનો ઓટોગ્રાફ આપવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પોતાના આદર્શ એમએસ ધોનીના ઓટોગ્રાફની ઉપર ઓટોગ્રાફ આપવાની ના પાડી રહ્યો હોવાનું જોઈ શકાય છે.





    ઇશાને આવું કારણ આપ્યું

    ઓટોગ્રાફ માંગનાર ચાહકને તેણે કહ્યું કે, આમાં માહી ભાઈની સિગ્નેચર છે અને તું મને તેના ઉપર સાઇન કરવાનું કહી રહ્યો છે. હું આવું ન કરી શકું. માહી ભાઈની સિગ્નેચર ઉપર છે અને અમે હજી સુધી ત્યાં પહોંચ્યા નથી, નીચે કરી દઉં છું.

    આ વિડીયો ટ્વિટર પર ફરી રહ્યો છે અને ચાહકો ઇશાન કિશનના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે જવાબ આપ્યો, "@ishankishan51 દ્વારા ખૂબ જ સુંદર ભાવ."

    આ પણ વાંચો: ...તમે રહેવા દો, ક્રિકેટ રમવાનું જ બંધ કરી દો, કોણ કહે છે તમને? આ ખેલાડીઓ પર બગડ્યા કપિલ દેવ

    અહીં ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ઇશાન કિશને બેવડી સદી ફટકારી હતી. અગાઉ ભારત તરફથી વન ડેમાં રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર બેવડી સદી ફટકારી ચૂક્યા છે. આ રીતે વનડેમાં બેવડી સદી ફટકારનાર ઇશાન કિશન ચોથો બેટ્સમેન બન્યો છે. જ્યારે ગેલ, માર્ટિન ગુપ્ટિલ અને ફખર ઝમાન જેવા વિદેશી ખેલાડીઓ ગણીએ તો તે આ યાદીમાં સાતમો બેટ્સમેન છે. તે મેચમાં વિરાટ કોહલીએ પણ સદી ફટકારી હતી, બંનેએ બીજી વિકેટ માટે 290 રન બનાવ્યા હતા.

    " isDesktop="true" id="1304185" >

    ઈશાને માત્ર 126 બોલમાં બાંગ્લાદેશ સામે સૌથી ઝડપી વન-ડે બેવડી સદી ફટકારી હતી, તેણે ક્રિસ ગેલના અગાઉના રેકોર્ડને તોડી નાંખ્યો હતો, ગેલે 2015ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
    First published:

    Tags: Dhoni, Ishan Kishan, ક્રિકેટ, મહેન્દ્ર સિંહ ધોની

    विज्ञापन