Home /News /sport /ISHAN KISHAN 200: બેવડી સદી તો મારી પણ સૌથી શાનદાર ફટકારી! દુનિયામાં કોઈ નથી કરી શક્યું એ કરી દીધું

ISHAN KISHAN 200: બેવડી સદી તો મારી પણ સૌથી શાનદાર ફટકારી! દુનિયામાં કોઈ નથી કરી શક્યું એ કરી દીધું

ઈશાન કિશનની બેવડી સદી

સચિન સહેવાગ, રોહિત શર્મા બાદ ઈશાન કિશન વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો હતો. આ સાથે તે સૌથી યુવા ક્રિકેટર બન્યો છે જેણે બેવડી સદી ફટકારી હોય

INDvsBAN Third ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. આ તકનો કિશને શાનદાર રીતે લાભ ઉઠાવતા જંગી સ્કોર ખડકી દીધો હતો. એક તરફ વિરાટ કોહલીએ છેડો સાચવી રાખ્યો હતો તો બીજી તરફ કિશને મેદાનની ચારે તરફ ફટકાબાજી કરી હતી. ઈશાન કિશન આગવી લયમાં દેખાયો હતો. તેણે રીતસર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો અને જાણો ભારતની બે વન ડે ની હારનો બદલો લેવા જ ઉતાર્યો હોય એમ બોલરોને ઝૂડયા હતા.

ઈશાન કિશન સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન 

આ બેવડી સાથે કિશન સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. અગાઉ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે 138 બોલમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ હતો જે કિશને તોડી બતાવ્યો છે અને માત્ર 126 બોલમાં 23 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 200 રન પૂરા કર્યા હતા.

ઈશાન કિશન વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો હતો. સૌથી પહેલી બેવડી સદી સચિન તેંડુલકરે ફટકારી હતી. 2010માં ગ્વાલિયરમાં સચિને સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી. ત્યાર પછી રોહિત શર્માએ ત્રણ વખત આ કરતબ કરી બતાવ્યુ છે.

He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 #BANvIND pic.twitter.com/Mqr2EdJUJv

— BCCI (@BCCI) December 10, 2022



72 અંતરરાષ્ટ્રીય સદી

તો હવે પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ પણ સદી ફટકારી દીધી છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કુલ આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડના મામલે કોહલી હવે બીજા ક્રમે છે. તેની આગળ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર 100 અંતરરાષ્ટ્રીય સદી સાથે પ્રથમ અને કોહલી 72 સદી સાથે હવે બીજા ક્રમે આવી ચૂક્યો છે.

" isDesktop="true" id="1298304" >

કોહલી, જેની હવે 72 આંતરરાષ્ટ્રીય સદી છે, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ સાથે બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના મહાન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો: ISHAN KISHAN 200: શાનદાર! લાજવાબ કિશન! બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી ફટકારી, રચી દીધો ઇતિહાસ

આ પણ વાંચો: IND vs BAN: કિંગ કોહલીએ પણ ફટકારી સદી! પોન્ટિંગને પાછળ છોડી બનાવ્યો વિરાટ રેકોર્ડ, માત્ર સચિન આગળ

તે ભારતીય મહાન સચિન તેંડુલકર પછી હવે બીજા ક્રમે છે, જેણે પોતાની કારકિર્દીનો અંત 100 આંતરરાષ્ટ્રીય સદીઓ સાથે કર્યો હતો. કોહલીની  હવે 27 ટેસ્ટ સદી, 44 ODI સદી અને T20I માં એક સદી છે.






આ વર્ષની શરૂઆતમાં, UAEમાં એશિયા કપ દરમિયાન, કોહલીએ દુબઈમાં અફઘાનિસ્તાન સામે ભારતની એશિયા કપ જીતમાં 1,021 દિવસમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. 34 વર્ષીય, જેણે તે પહેલા 23 નવેમ્બર 2019 ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી, તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા કારણ કે ભારતે તેની 20 ઓવરમાં 212-2 બનાવ્યા હતા.

કોહલીએ કુલ 91 બોલમાં 113 રન ફટકાર્યા હતા.
First published:

Tags: IND Vs BAN, India vs Bangladesh, Ishan Kishan, ક્રિકેટ, બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો