Untold Story: માત્ર 6 વર્ષની ઉંમરમાં ઈશાન કિશનને પકડ્યું હતું બેટ, આ દિગ્ગજ ખેલાડીને જોઈને કરતો હતો બેટિંગ

Untold Story: માત્ર 6 વર્ષની ઉંમરમાં ઈશાન કિશનને પકડ્યું હતું બેટ, આ દિગ્ગજ ખેલાડીને  જોઈને કરતો હતો બેટિંગ

  • Share this:

    પટણા: ઇશાન કિશન રાતોરાત ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર બની ગયો છે. જ્યારે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ મેચમાં રેકોર્ડ બનાવનાર ઇશાન મંગળવારે તેની બીજી મેચ રમશે, ત્યારે તમામની નજર ફરી એકવાર તેના પર રહેશે. આવી સ્થિતિમાં, ઘણા ઓછા લોકો ઇશાન કિશનના શરૂઆતના દિવસો વિશે જાણવા માંગે છે. જેમ કે, ઇશાનનો પહેલો ગુરુ કોણ છે અથવા તેણે કઈ ઉંમરે પહેલી વાર બેટિંગ કરી હતી. ન્યૂઝ 18 તમને ઇશાન કિશનના જીવનના તે પાસાઓ વિશે જણાવી રહ્યું છે.



    અમીકર દયાલએ વ્યક્તિ છે કે જેમણે પ્રથમવાર બેટને ઇશાનના હાથમાં પકડાવ્યું હતું. તે સમયે ઇશાન માત્ર 6 વર્ષનો જ હતો. આ જ ઉંમરે, ઇશાન તેના પિતા સાથે પટનાના મોઈનુલ હક સ્ટેડિયમ પહોંચ્યો અને વર્ષો સુધી અમીકર દયાલની ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી. એ કહેવું કદાચ ખોટું નહીં હોય કે ઇશાને ક્રિકેટનો કક્કો તેના પ્રથમ કોચ અમીકર દયાલ પાસેથી શીખ્યા. ઈશાનના કોચ આજે ખૂબ ગર્વ અનુભવે છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ શીખનાર તેમનો વિદ્યાર્થી દેશ અને બિહારનું નામ રોશન કરી રહ્યો છે. ખુદ ક્રિકેટર અમીકર દયાલનું કહેવું છે કે જ્યારે ઇશાન ટી-20 પછી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો ભાગ બનશે ત્યારે તે વધુ ખુશ થશે.

    ઇશાન લેફ્ટહેન્ડ બેટ્સમેન છે અને સદભાગ્યે અમીકર દયાલ પણ લેફ્ટહેન્ડ રહ્યા છે. ઇશાનને આનો ઘણો ફાયદો થયો. અમીકર દયાલ બિહાર ક્રિકેટનું એક મોટું નામ છે, અમીકર કહે છે કે, ઇશાને લગભગ 17 વર્ષોથી નેટ્સમાં પોતાનો પરસેવો વહાવ્યો છે. તમામ ખેલાડીઓના ગયા પછી પણ ઇશાન તેની ખામીઓ સુધારવા માટે કલાકો સુધી નેટ પ્રેક્ટિસ કરતો હતો.

    ઇશાનના પ્રદર્શનથી અમીકર દયાલ અને તેના મિત્રોની છાતી ગજ-ગજ થઈ ગઈ છે. મોઈનુલ હક સ્ટેડિયમમાં ઇશાન સાથે નેટ પ્રેક્ટિસ કરનાર સાકેત અને સચિન પણ ખૂબ ખુશ થઈ ગયા છે. ઇશાનને નેટમાં બોલિંગ કરનાર સાકેતે કહ્યું છે કે, તેને ઇશાન પર ગર્વ છે, ઈશાને તેની મહેનત અને ક્ષમતાના જોરે માત્ર બિહાર જ નહીં, પરંતુ તેની ક્રિકેટ એકેડમીનું નામ પણ રોશન કર્યું છે.

    સચિન ઇશાનનો એક શ્રેષ્ઠ અને નજીકનો મિત્ર છે, જે ઈશાન સાથે નેટ પ્રેક્ટિસની સાથે સાથે અંગત જીવનમાં પણ સમય વિતાવે છે. તેણે ઈશાનને ફોન કરીને અભિનંદન પણ આપ્યા છે. ઇશાનના મિત્ર સચિનનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાનો વિકેટકિપર અને ડાબોડી બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ તેનો રોલ મોડલ છે. ગિલક્રિષ્ટને ટેલિવિઝન પર જોઈને તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. સચિને ખુદ રણજી ટ્રોફી રમી છે અને હવે તેનું એક જ સ્વપ્ન છે કે તેના મિત્રની જેમ તે પણ ભારતીય ક્રિકેટ ટીમમાં ભાગ બને.
    Published by:kuldipsinh barot
    First published:March 16, 2021, 15:30 pm

    ટૉપ ન્યૂઝ