Home /News /sport /IND vs BAN ODI: શું ભારતને મળી ગયો એક બીજો કેપ્ટન? ઈશાન કિશનની ઈનિંગ ચાર દિગ્ગજ ખેલાડીઓ સાથે મળી
IND vs BAN ODI: શું ભારતને મળી ગયો એક બીજો કેપ્ટન? ઈશાન કિશનની ઈનિંગ ચાર દિગ્ગજ ખેલાડીઓ સાથે મળી
યુવા બેટ્સમેન ઈશાન કિશન
IND vs BAN ODI: બાંગ્લાદેશ સામે ભારતીય ટીમના યુવા બેટ્સમેન ઈશાન કિશને 210ની તોફાની ઈનિંગ રમી હતા. જે પછી ટ્વીટર પર પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયું છે. ચાહકો કહી રહ્યા છે કે, ભારતને વધું એક કેપ્ટન મળી ગયો છે.
નવી દિલ્હી: બાંગ્લાદેશ સામેની છેલ્લી ODI ભારત vs બાંગ્લાદેશમાં ટીમ ઈન્ડિયાએ પોતાની બેસ્ટ પ્રદર્શન આપી દીધું છે. ઇશાન કિશને એકલા હાથે જ બાંગ્લાદેશના ખિલાડીઓને ધુળ ચટાડી દીધી હતી. તેણે બાંગ્લાદેશના બોલરોને પણ ધુળ ચટાડી માત્ર 131 બોલમાં 210 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ તેણે લોકોના દિલ જીતી લીધા છે. જેમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે. આટલું જ નહીં ફેન્સ આ ઈનિંગ પછી ઈશાન કિશનને કેપ્ટન તરીકે જોવા માગે છે.
ઈશાન ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન: ચાહકો
બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ સાથે જ તેનું નામ રોહિત, સચિન, સેહવાગ અને ગેલ જેવા ખેલાડીઓની યાદીમાં આવી ગયું છે. 24 વર્ષીય ખેલાડીએ માત્ર 126 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ઈશાને 210 રનની ઈનિંગમાં 10 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સરખામણી ટીમ ઈન્ડિયાના કેપ્ટન સાથે કરવામાં આવી રહી છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. તેની પાછળનો તર્ક એ છે કે, આ તમામ કેપ્ટનોએ ટીમની કમાન સંભાળતા પહેલા 183 કે તેથી વધુ રન બનાવ્યા હતા. તે જ સમયે, હવે ઇશાન કિશને પણ 183 થી વધુ રન બનાવ્યા છે, તેથી પ્રશંસકો અનુસાર, તે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન છે.
ઈશાન કિશને બાંગ્લાદેશ સામે સદી પૂરી કર્યા બાદ પાંચમા ગિયરમાં બેટિંગ શરૂ કરી હતી. તેણે આગામી સો રન બનાવવા માટે માત્ર 41 બોલ જ ખર્યા હતા. આ તોફાની બેવડી સદી બાદ યુવા બેટ્સમેને યુનિવર્સ બોસને પણ પાછળ છોડી દીધો છે. તે વિશ્વમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 227 રનના વિશાળ અંતરથી જીત મેળવી છે.
યજમાન ટીમના બોલરો સાથે ગડબડ કર્યા બાદ પોતાનો જવાબ આપ્યો. તેણે કહ્યું, ‘જ્યારે હું આઉટ થયો ત્યારે 15 ઓવર બાકી હતી. હું 300 રન પણ બનાવી શક્યો હોત. વિરાટ ભાઈ સાથે રમ્યા પછી મેં જોયું કે તેમને રમતની ઘણી સમજ છે. હું સિક્સર વડે સદી પુરી કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ તેણે મને સિંગલ સાથે કરવાનું કહ્યું. તેણે મને શાંત પાડ્યો કે આ તારી પહેલી સદી છે. મારો ઈરાદો સ્પષ્ટ હતો કે જો બોલ સ્લોટમાં છે તો તેને બહાર લાવવો પડશે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર