Home /News /sport /સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ!

સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ!

સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ!

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા પછી પ્રથમ વખત રવિ શાસ્ત્રીએ ટીમના સુકાની વિરાટ કોહલી કરતા અલગ ભાષા બોલવાની શરૂ કરી છે

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા પછી પ્રથમ વખત રવિ શાસ્ત્રીએ ટીમના સુકાની વિરાટ કોહલી કરતા અલગ ભાષા બોલવાની શરૂ કરી છે. દરેક વખતે પોતાના સુકાનીને જ બોસ ગણાવનાર શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી 1-4થી ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં વધારે પ્રેક્ટિસ મેચની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ શ્રેણી શરૂ થયા પહેલા સુકાની કોહલીએ પ્રેક્ટિસ મેચને સમયની બરબાદી ગણાવી હતી. કોચે ક્યારે તે મુદ્દે પોતાનો મત આપ્યો ન હતો પણ હવે ચુપ્પીનો મતલબ હતો કે તે સુકાની સાથે હતા.

એવું પ્રથમ વખત લાગી રહ્યું છે કે ક્રિકેટના નિર્ણયોને લઈને સુકાની અને કોચની રાય અલગ જોવા મળી રહી છે. શું કોચનો આ બદલાયેલો વિચાર સુકાની સાથે ક્રિકેટના નિર્ણય પર મતભેદના રૂપમાં જોવો જોઈએ!

બીસીસીઆઈના તાજા રેકોર્ડ પ્રમાણે શાસ્ત્રીને ત્રણ મહિના માટે 2.05 કરોડ રૂપિયાની એડવાન્સ સેલેરી આપવામાં આવી છે. વર્ષનો કેટલો હિસાબ બનતો હશે તેના આંકડા સ્પષ્ટ છે. સાઉથ આફ્રિકામાં 1-2થી અને ઇંગ્લેન્ડમાં 1-4થી શ્રેણી હાર્યા પછી સુકાની અને ટીમના સભ્યો કરતા કોચ પર પોતાની સેલેરી સાથે ન્યાય કરવાનું વધારે દબાણ છે.

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા પછી પ્રથમ વખત રવિ શાસ્ત્રીએ ટીમના સુકાની વિરાટ કોહલી કરતા અલગ ભાષા બોલવાની શરૂ કરી છે


આવી સ્થિતિનો શાસ્ત્રી પ્રથમ વખત સામનો કરી રહ્યા છે, કારણ કે આ પહેલા શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે પિટાયા પછી શાસ્ત્રીના અવાજમાં અલગ જ જોશ સંભળાતો હતો. આવામાં નજીકના ભવિષ્યમાં કેટલાક નિર્ણયોને લઈને સુકાની અને કોચ વચ્ચે તાલમેલનો અભાવ કે વિવાદ સામે આવે તો કોઈને આશ્ચર્ય થશે નહીં. શાસ્ત્રી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ત્રણ કે ચાર દિવસની પ્રેક્ટિસ મેચ ઇચ્છે છે. આ માટે કોચે બીસીસીઆઈને વિનંતી પણ કરી છે. આશા રાખવામાં આવી શકે છે કે સુકાની પણ આ માંગણીમાં કોચની સાથે રહેશે.

નવેમ્બર 2017માં શ્રીલંકાની ટીમ ટેસ્ટ, વન-ડે અને ટી-20 શ્રેણી રમવા માટે ભારતમાં હતી. શ્રીલંકા સાથે અંતિમ મેચ રમ્યાના ત્રણ દિવસ પછી જ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ટીમે ત્યાંની પરિસ્થિતિમાં સેટ થવાની જરૂરત ના સમજી કારણ કે તેણે બે પ્રેક્ટિસ મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો હતો. ટીમે ત્યાં પડકાર આપ્યો હતો પણ પ્રેક્ટિસ મેચોના અભાવે ટીમના પ્રદર્શન પર ખરાબ અસર પડી હતી.

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સુકાની અને કોચ માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ફક્ત ક્રિકેટ જ નહીં તેમના સંબંધો પ્રમાણે બંનેની દોસ્તીની પરીક્ષા આગામી પ્રવાસમાં થવા જઈ રહી છે.

સાભાર : ફર્સ્ટપોસ્ટ.કોમ
First published:

Tags: રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો