Home /News /sport /ઈરફાન પઠાણના ટ્વિટથી પાકિસ્તાની ફેન્સને લાગી મરચી, ટ્રોલ કરીને નિકાળી રહ્યાં છે ગુસ્સો

ઈરફાન પઠાણના ટ્વિટથી પાકિસ્તાની ફેન્સને લાગી મરચી, ટ્રોલ કરીને નિકાળી રહ્યાં છે ગુસ્સો

ઇરફાનના ટ્વિટથી પાકિસ્તાની ફેન્સ નારાજ થઇ ગયા

India vs Pakistan, T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે 7 નવેમ્બર 2022ના રોજ એક ટ્વિટ કર્યું હતું. તેમનું આ ટ્વીટ વાંચીને પાકિસ્તાનીઓને મરચી લાગી ગઈ હતી.

વધુ જુઓ ...
    India vs Pakistan, T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે 7 નવેમ્બર 2022ના રોજ એક ટ્વિટ કર્યું હતું. તેમનું આ ટ્વીટ વાંચીને પાકિસ્તાનીઓને મરચી લાગી ગઈ હતી.

    ઈરફાન પઠાણે પોતાના ટ્વીટમાં એવું કંઈ લખ્યું લખ્યું નહતુ, જેનાથી આટલો હોબાળો થયો હતો. ઈરફાન પઠાણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'પડોશીઓના ટ્વિટર એકાઉન્ટ માત્ર SUNDAYના નામે જ જીવંત છે. મને આ વાત ખરેખર ગમી.'

    અસલમાં પાકિસ્તાની ટ્વિટર યુઝર્સને ઈરફાન પઠાણનું SUNDAY લખવું ખોટું લાગ્યું. T20 વર્લ્ડ કપ 2022માં ભારતે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરી હતી. તે દિવસે પણ રવિવાર (SUNDAY) હતો.

    ભારત પાકિસ્તાન સામે જીત્યું. ભારતની જીત બાદ ઈરફાન પઠાણે ટ્વીટ કરીને પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, પડોશીઓ રવિવાર કેવો રહ્યો? અન્ય એક ટ્વિટમાં ઈરફાને વિરાટ કોહલીને કિંગ ગણાવ્યો હતો.



    હવે ભારત સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં પાકિસ્તાન સાથે ટકરાવાની સંભાવના છે. વર્ષ 2007માં પણ આવું જ હતું. ત્યારપછી પહેલી સેમીફાઈનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી.

    ત્યારબાદ ફાઈનલ પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાઈ હતી. હવે જ્યારે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ પણ 13 નવેમ્બર રવિવારના રોજ રમાવાની છે, ત્યારે ઈરફાન પઠાણે ટ્વિટમાં રવિવારનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની ચાહકો નારાજ થયા છે. તમે નીચે કેટલાક લોકોની ટિપ્પણીઓ પણ વાંચી શકો છો.

    @bajredasitaએ લખ્યું, 'તમે SUNDAY શબ્દનો ઉપયોગ કર્યો છે. તમે ભૂલી ગયા છો કે પ્રોફેશનલ ક્રિકેટર અને ટ્રોલર વચ્ચે ફરક છે. તો હવે લોકો તમને તમારી ભાષામાં જવાબ આપી રહ્યા છે.

    @fatima38942813એ લખ્યું, 'ભારતીય પ્રોફેશનલ ખેલાડીઓ પાસે કોઈ સ્ટાન્ડર્ડ નથી, શાબ્દિક રીતે રમૂજની સૌથી સસ્તી સમજ છે.' @kemu2013એ લખ્યું, 'પિક્ચર અભી બાકી હૈ દોસ્ત. જો ખરાબ અમ્પાયરિંગ ન થઇ હોત તો તમે લોકો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને સામે હારી ગયા હોત!
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India Vs Pakistan, Irfan pathan, T20 World Cup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन