Home /News /sport /Irfan Pathan: ઇરફાન પઠાણ સાથે એરપોર્ટ પર ખરાબ વ્યવહાર, જાણો શું બની ઘટના

Irfan Pathan: ઇરફાન પઠાણ સાથે એરપોર્ટ પર ખરાબ વ્યવહાર, જાણો શું બની ઘટના

ઇરફાને એરપોર્ટ પર થયેલી પોતાના પરેશાનીનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો છે

Irfan Pathan : ઇરફાન પઠાણે કહ્યું કે મારી સાથે મારી પત્ની, મારા 8 મહિનાના અને 5 વર્ષના બાળકને પણ આ કષ્ટ ઉઠાવવો પડ્યો

    નવી દિલ્હી : એશિયા કપની (Asia Cup 2022) શરૂઆત 27 ઓગસ્ટથી થઇ રહી છે. ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી પેનલમાં સામેલ થવા માટે ભારતનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan)24 ઓગસ્ટે ફ્લાઇટ યૂકે 201થી મુંબઈથી દુબઈની યાત્રા કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે એરપોર્ટ પર ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઇરફાને એરપોર્ટ પર થયેલી પોતાના પરેશાનીનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો છે.

    ઇરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું કે આજે હું વિસ્તારા (Vistara)ફ્લાઇટ યૂકે 201થી મુંબઈથી દુબઈની યાત્રા કરી રહ્યો હતો. ચેક ઇન કાઉન્ટર પર ખરાબ વર્તુણક કરવામાં આવી છે. વિસ્તારા અજાણતા મારી કન્ફર્મ બુકિંગ ટિકિટને ડાઉનગ્રેડ કરી રહી હતી. મને આ સમસ્યામાંથી બહાર આવવા માટે દોઢ કલાક સુધી કાઉન્ટર પર રાહ જોવી પડી હતી. મારી સાથે મારી પત્ની, મારા 8 મહિનાના અને 5 વર્ષના બાળકને પણ આ કષ્ટ ઉઠાવવો પડ્યો હતો.

    આ પણ વાંચો -  રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા થઇ જશે ફિટ, રવિ શાસ્ત્રીએ બતાવી અચૂક દવા



    ઇરફાન પઠાણે વિસ્તારાથી જોડાયેલા સંબંધિત અધિકારીઓ પર આના પર જલ્દી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઇરફાને પોતાના ટ્વિટ કેપ્શનમાં લખ્યું કે આશા છે કે તમે નોટિસ કરશો અને આ સુધારશો.

    ગ્રાઇન્ડ સ્ટાફનો પણ ખરાબ વ્યવહાર


    પોતાના ટ્વિટમાં ઇરફાને લખ્યું કે ત્યાં રહેલા ગ્રાઉન્ડ સ્ટાફનો પણ વ્યવહાર ખરાબ હતો અને તે બહાના બનાવી રહ્યા હતા. હું જ નહીં પણ ઘણા યાત્રીઓને આ સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓને કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

    આ પણ વાંચો - VIDEO: સચિન તેંડુલકર સાથે ડિનર કે ધોની સાથે ટ્રેનિંગ? ઋતુરાજ ગાયકવાડના જવાબે દિલ જીતી લીધું

    એશિયા કપ કરશે કવર


    ઇરફાન પઠાણ 27 ઓગસ્ટે યૂએઈમાં રમાનાર એશિયા કપ માટે દુબઈની યાત્રા કરી રહ્યો હતો. એશિયા કપનો પ્રથમ મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, Irfan pathan

    विज्ञापन
    विज्ञापन