Home /News /sport /હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં શું છે રિસ્ક, ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયાને આપી સલાહ

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં શું છે રિસ્ક, ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયાને આપી સલાહ

હાર્દિક પંડ્યા (ફાઇલ ફોટો)

ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ કેપ્ટન્સીમાં બદલાવની માંગ થઇ રહી છે. વર્તમાન કેપ્ટન રોહિત શર્માની ઉંમર 35 વર્ષથી વધુ છે અને માનવામાં આવી રહ્યુ છે કે તે 2024 ટી-20 વર્લ્ડકપ નહી રમી શકે

    Irfan Pathan on Making Hardik Pandya T20I Captain: ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ કેપ્ટન્સીમાં બદલાવની માંગ થઇ રહી છે. વર્તમાન કેપ્ટન રોહિત શર્માની ઉંમર 35 વર્ષથી વધુ છે અને માનવામાં આવી રહ્યુ છે કે તે 2024 ટી-20 વર્લ્ડકપ નહી રમી શકે. એવામાં ટીમે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઇએ. સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની માંગ થઇ રહી છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે જણાવ્યુ કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં શું રિસ્ક છે? આ સિવાય તેમણે એમ પણ જણાવ્યુ કે ટીમ ઇન્ડિયાએ શું કરવુ જોઇએ.

    ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીને લઇને કહ્યુ, "હું એમ નહી કહુ કે તમે કેપ્ટન બદલો તો પરિણામ બદલાશે. જો તમે આ રીતે આગળ વધ્યા તો પરિણામ નહી બદલાય. હાર્દિક પંડ્યા સાથે આપણે એમ સમજવાની જરૂર છે કે તે એક ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડર છે.

    હાર્દિક પંડ્યાને ઇજાની પણ સમસ્યા

    ઇરફાન પઠાણે કહ્યુ, હાર્દિક પંડ્યાને ઇજાની પણ સમસ્યા છે. શું થશે જો તમારો કેપ્ટન જે વર્લ્ડકપ પહેલા ઇજાગ્રસ્ત બની જાય? જો તમારી પાસે કોઇ અન્ય કેપ્ટન તૈયાર નથી, તો તમે મુશ્કેલીમાં પડી જશો. મને લાગે છે કે હાર્દિક પંડ્યા એક એવો કેપ્ટન છે, જેમણે ગુજરાત ટાઇટન્સમાં ઘણુ સારૂ પ્રદર્શન કર્યુ છે, IPL જીતી છે, ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

    બે કેપ્ટનની જરૂર

    ઇરફાન પઠાણે એમ પણ કહ્યુ, તમારે છાપ છોડવા માટે એક નહી પણ બે કેપ્ટન શોધવાની જરૂર છે. આપણે ઓપનર બેટ્સમેનોના ગ્રુપની જરૂરત હોય છે, તેવા જ આપણે કેપ્ટનના ગ્રુપની પણ જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની ટી-20 સીરિઝ રમવાની છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन