ઇરફાનને યુસૂફનો પડકાર, જવાબ આવ્યો 'ઈન્શાલ્લાહ ભાઇ'

News18 Gujarati
Updated: April 10, 2018, 5:04 PM IST
ઇરફાનને યુસૂફનો પડકાર, જવાબ આવ્યો 'ઈન્શાલ્લાહ ભાઇ'
ઇરફાને 14 બોલમાં અડધી સદી ફટકારવા ઉપર માત્ર રાહુલને શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી. સાથે સાથે યુસૂફને 13 બોલમાં અડધી સદી ફટકારવાનો પડકાર ફેંક્યો હતો.

ઇરફાને 14 બોલમાં અડધી સદી ફટકારવા ઉપર માત્ર રાહુલને શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી. સાથે સાથે યુસૂફને 13 બોલમાં અડધી સદી ફટકારવાનો પડકાર ફેંક્યો હતો.

  • Share this:
આઈપીએલની ગત સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમનારા હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઇ કૃણાલ પંડ્યા વચ્ચેની ટ્વીટ યુદ્ધ ભારે સમાચારોમાં રહ્યું હતું. આ વખતે પઠાણ બ્રધર્સ પણ ટ્વિટર દ્વારા એક બીજા સાથે સંવાદ કરી રહ્યા છે. જોકે અહીં તફાવત એટલો છે કે પંડ્યા બ્રધર્સ મેદાનમાં એક જ ટીમમાં રમી રહ્યા હતા. જોકે, પઠાણ બંધુઓમાં નાનો ભાઇ ઇરફાન કોમેન્ટ્રી બોક્સમાં હાજર છે તો મોટો ભાઇ યુસૂફ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

‘યુસૂફને 13 બોલમાં અડધી સદી ફટકારવાનો પડકાર ફેંક્યો’


કોમેન્ટ્રીમાં અનેક વખત યુસૂફનો ઉલ્લેખ કરનારા ઇરફાનને આ વખતે ટ્વિટર ઉપર મોટા ભાઇ સામે એક પડકાર ફેંક્યો હતો. ઇરફાને 14 બોલમાં અડધી સદી ફટકારવા ઉપર માત્ર રાહુલને શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી. સાથે સાથે યુસૂફને 13 બોલમાં અડધી સદી ફટકારવાનો પડકાર ફેંક્યો હતો.‘તારા માટે 13 બોલમાં પણ 50 રન બનાવવાનો પ્રયત્ન કરીશ’

ઇરફાનના આ ટ્વીટના વળતા જવાબમાં યુસૂફે લખું હતું કે, ‘તારા માટે 13 બોલમાં પણ 50 રન બનાવવાનો પ્રયત્ન કરીશ ઇંશા અલ્લાહ. ખુબજ સરસ રમ્યો કેએલ રાહુલ.ઇરફાન કોમેન્ટ્રી બોક્સમાં તેને સાંભળીને ખુબ જ સારૂ લાગે છે. આશા છે કે તું નવી ભૂમિકાને ચેલેન્જ કરી રહ્યો હેશે.’સુનીલ નારાયણ અને યુસૂફ પઠાણે પણ 15 બોલમાં ફટકાર્યા હતા 50 રન

રાહુલ પહેલા સુનીલ નારાયણ અને યુસૂફ પઠાણના નામ ઉપર આઇપીએલમાં સૌથી ઝડપી 15 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે.
First published: April 10, 2018, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading