Home /News /sport /પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પૂરો કર્યો NCAનો કોર્સ, કહ્યું-IPL ટીમનો કોચ બનવા માટે તૈયાર

પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પૂરો કર્યો NCAનો કોર્સ, કહ્યું-IPL ટીમનો કોચ બનવા માટે તૈયાર

તસવીર- Instagram

ભારત માટે 173 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઈરફાન પઠાણે(Irfan Pathan) બેંગલુરુમાં એનસીએ(NCA)માં પોતાનો કોચિંગ કોર્સ પૂર્ણ કર્યો છે. તેણે કહ્યું કે, તે એક મહાન કોર્સ છે અને કોચિંગમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેણે એમ પણ કહ્યું કે, તે ભવિષ્યમાં આઈપીએલ ટીમના કોચિંગ માટે તૈયાર છે.

વધુ જુઓ ...
  નવી દિલ્લી: પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણને (Irfan Pathan) રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં કોચ બનવાનો કોર્સ પૂરો કર્યો છે. તેણે કહ્યું કે, તે હવે આઈપીએલની ફ્રેન્ચાઈઝીને કોચિંગ આપવા માગે છે. એક પ્રખ્યાત ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્વિંગ બોલર તરીકે કરી હતી, ત્યારબાદ તેણે બેટિંગમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી. હવે તે કોચિંગ પણ કરવા માંગે છે. તેણે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લેવલ -2 કોચિંગ કોર્સ પૂર્ણ કર્યો છે.

  ઇરફાને ક્રિકટ્રેકર સાથેની વાતચીતમાં કહ્યું, 'જ્યારે તમારી પાસે 175 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ હોય, જે મારી પાસે છે અને તમે આ કોર્સ કરો છો, ત્યારે તમે ખરેખર દરેક પાસાને વિગતવાર સમજો છો. મને લાગે છે કે, એનસીએ આ સંદર્ભમાં એક મહાન કામ કરી રહ્યું છે. હું છેલ્લા ત્રણ વર્ષથી કોચિંગ આપું છું પણ મારા કોચિંગમાં વધુ સારું કરવા માંગુ છું.

  જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં કોઈ આઈપીએલ ટીમને કોચિંગ આપવા ઈચ્છે છે, તો ઈરફાને કહ્યું, "હું આગળ જઈને આવું કરવાનું પસંદ કરીશ અને આશા છે કે તે થશે.

  ઈરફાને કહ્યું, 'ભારતીય ક્રિકેટ સાથે સૌથી સારી બાબત એ છે કે, રાહુલ દ્રવિડ એનસીએ સાથે જોડાયેલા છે. મને તેમના માટે ખૂબ માન છે. રાહુલ ભાઈએ અત્યંત નિષ્ઠા સાથે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, રાહુલ દ્રવિડે અંડર -19 અને ઇન્ડિયા Aના ખેલાડીઓને કેવી રીતે તૈયાર કર્યા છે. તે દરેક કોચ સાથે પોતાનું જ્ઞાન વહેંચે છે, તેમના દૃષ્ટિકોણને સાંભળે છે તે તેમના વ્યક્તિત્વનો મોટો ભાગ છે.

  આ પણ વાંચો: મુથૈયા મુરલીધરનને સચિન-લારાથી નહીં પરંતુ આ ભારતીય ખેલાડીથી લાગતો હતો ડર

  36 વર્ષીય પઠાણે કહ્યું, આ એક મહાન કોર્સ છે અને મારા કોચિંગને સુધારવામાં મદદ કરે છે. જ્ઞાનએ એવી વસ્તુ છે જેને મેળવવા માટે તમારે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોર્સના 8 દિવસોમાં પણ, જો તે કોચિંગના માત્ર 2-3 મહત્વના પાસાઓ શીખે તો પણ તે એકદમ ખાસ છે. હું હંમેશા તે કરવા માંગતો હતો અને તમે હંમેશા કંઈક નવું શીખવા માંગશો. શીખવાનું ક્યારેય બંધ થતું નથી અને તમારે નવી પેઢીના કોચિંગ સાથે અદ્યતન રહેવાની પણ જરૂર છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ipl 2021, Irfan pathan, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन