ઈરફાન પઠાણે BCA સાથે ફાડ્યો છેડો, અન્ય ટીમ તરફથી રમશે

News18 Gujarati
Updated: January 17, 2018, 6:58 PM IST
ઈરફાન પઠાણે BCA સાથે ફાડ્યો છેડો, અન્ય ટીમ તરફથી રમશે
Baroda’s Irfan Pathan attends a practice session at Palam ahead of the team’s match against Mumbai on Wednesday. Express Photo by Amit Mehra. 12.10.2016. *** Local Caption *** Baroda’s Irfan Pathan attends a practice session at Palam ahead of the team’s match against Mumbai on Wednesday.

  • Share this:
ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ ઈરફાન પઠાણે અંતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સાથે પણ છેડો ફાડી નાંખ્યો છે. ઈરફાન પઠાણે દુખદ લાગણી સાથે અન્ય ક્રિકેટ ઓસેસિએશન સાથે રમવાનો નિર્ણય લીધો છે. ઈરફાન પઠાણ છેલ્લા 17 વર્ષથી બીસીએ સાથે જોડાયેલો હતો. જોકે, હાલમાં પઠાણ આઉટઓફ ફોર્મમાં હોવાના કારણે સતત પાછલા ઘણા સમયથી તેની અવગણના કરવામાં આવી રહી હતી. આ કારણે ઈરફાન પઠાણે અંતે બીસીએને છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈરફાનના ખરાબ દેખાવને લઈને તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવામાં આવતી હતી.

એક સમયનો ટીમ ઈન્ડિયનો ઓપનર બોલરને તેના હોમ ટાઉનની ટીમ સાથે પણ છેડો ફાડી નાંખવો પડ્યો છે. ઈરફાન પઠાણે BCAને મેઈલ કરીને એનઓસીની માંગણી કરી હતી તે ઉપરાંત આટલા વર્ષો સુધી તક આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. હાલમાં ઈરફાન પઠાણ અન્ય એસોસિએશનની ટીમમાંથી રમવાનું મન બનાવી ચૂક્યો છે. જોકે, હજુ સુધી તેને તે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી કે, તેઓ ક્યા રાજ્યની ટીમમાંથી રમવાની ઈચ્છા ધરાવે છે. બીસીએ તરફથી પણ ઈરફાન પઠાણને એનઓસી આપી દેવામાં આવી છે. જોકે, હવે તે જોવાનું રહેશે કે, ઈરફાન પઠાણની પસંદગી અન્ય એસોસિએશનની ટીમો કરે છે કે નહી.

 
First published: January 17, 2018
વધુ વાંચો
अगली ख़बर