Home /News /sport /ઈરફાન પઠાણે પાકિસ્તાની પીએમને ઇટનો જવાબ પથ્થરથી આપ્યો, ચોખ્ખુ પરખાવ્યું

ઈરફાન પઠાણે પાકિસ્તાની પીએમને ઇટનો જવાબ પથ્થરથી આપ્યો, ચોખ્ખુ પરખાવ્યું

ઇરફાનનો પાકિસ્તાની પીએમને કડક જવાબ

T20 World Cup semi final: T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત પર નિશાન સાધ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ પહેલા પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત પર નિશાન સાધ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ પહેલા પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

    ભારતની હાર બાદ શહેબાઝ શરીફે ટ્વિટર પર લખ્યું - આ રવિવારે 152/0 vs 170/0 રહેશે. ઈંગ્લેન્ડ પહેલા ભારત પણ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું. 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ દુબઈના મેદાન પર પાકિસ્તાન સાથે ટક્કર થઇ હતી. તે વખતે પાકિસ્તાને 152 રન બનાવીને 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

    પઠાણે કડક જવાબ આપ્યો
    શાહબાઝ શરીફના આ ટ્વીટનો ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે જવાબ આપ્યો છે. પઠાણે કોમેન્ટમાં લખ્યું- તમારા અને અમારામાં આ જ ફરક છે. અમે અમારી ખુશીમાં ખુશ છીએ અને તમે બીજાની સમસ્યાઓથી ખુશ છો. તેથી જ પોતાના દેશને સુધારવા પર ધ્યાન નથી.

    મેલબોર્નમાં ટક્કર થશે
    T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. પાકિસ્તાને 2009માં અને ઈંગ્લેન્ડે 2010માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. બંને ટીમો બીજી વખત ટૂર્નામેન્ટ જીતવા માટે લડત આપશે. બંને એક-એક વખત ફાઈનલ મેચ હારી ચૂક્યા છે.

    ઈંગ્લેન્ડના બેટ્સમેન શાનદાર ટચમાં છે. બટલર અને એલેક્સ હેલ્સ સતત રન બનાવી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાન પાસે ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ બોલિંગ લાઇન અપ છે. તેમની પાસે ચાર બોલર છે જે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. તેમની પાસે સ્પિન બોલિંગમાં પણ શબાદ ખાન છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India Vs Pakistan, T20 World Cup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन