ક્રિકેટર ઇરફાન પઠાણને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ

ક્રિકેટર ઇરફાન પઠાણને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ (તસવીર - ઇરફાન પઠાણ ટ્વિટર)

જમ્મુ એન્ડ કાશ્મીરમાં એડવાઇઝરી જાહેર થયા પછી ફક્ત ટૂરિસ્ટ અને તીર્થ યાત્રીઓને જ નહીં બહારના ખેલાડીઓને પણ ઘાટી છોડી દેવા માટે કહ્યું

 • Share this:
  જમ્મુ એન્ડ કાશ્મીરમાં એડવાઇઝરી જાહેર થયા પછી ફક્ત ટૂરિસ્ટ અને તીર્થ યાત્રીઓને જ નહીં બહારના ખેલાડીઓને પણ ઘાટી છોડી દેવા માટે કહ્યું છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ સાથે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (જેકેસીએ)ના સપોર્ટ સ્ટાફને પણ જલ્દી ઘાટી છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર ટીમના મેન્ટર ઇરફાન પઠાણ, કોચ મિલાપ મેવડા અને ટ્રેનર સુદર્શન વીપી સાથે બધા પસંદગીકારો જે ઘાટીના નથી તેમને રવિવારે શહેરમાંથી ચાલ્યા જવા કહેવાયું છે. આ સાથે જેકેસીએના બધી ઉંમર અને ગ્રૂપના જમ્મુના ક્રિકેટર્સને પાછા ફરી જવા કહ્યું છે, જે શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહ્યા હતા.

  100થી વધારે ખેલાડીઓને ઘરે પાછા મોકલ્યા
  જેકેસીએએ ઇરફાન પઠાણ અને બાકી સપોર્ટ સ્ટાફને જમ્મુ કાશ્મીર છોડવા માટે કહ્યું છે. સુદર્શન પૂર્વ ભારતીય ફિટનેસ ટ્રેનર છે. જ્યારે મેવડા બરોડોનો પૂર્વ ખેલાડી છે. જેકેસીએના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સૈયદ આશિક હુસૈન બુખારીએ ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસને પૃષ્ટિ કરતા કહ્યું છે કે પઠાણ અને અન્ય સપોર્ટ સ્ટાફને જમ્મુ કાશ્મીર છોડવા માટે કહ્યું છે. તે લોકો રવિવારે અહીંથી ઉડાન ભરશે. જે પસંદગીકારો અહીંના નથી તેમને પણ પોતાના ઘરે જવા માટે કહ્યું છે.

  આ પણ વાંચો - એક સમયે રમવા માટે બૂટ ન હતા, આજે ટીમ ઇન્ડિયામાં થયો સામેલ

  જેકેસીએએ ઇરફાન પઠાણ અને બાકી સપોર્ટ સ્ટાફને જમ્મુ કાશ્મીર છોડવા માટે કહ્યું છે


  બુખારીએ કહ્યું હતું કે અમે જમ્મુના લગભગ 102 ખેલાડીઓને પાછા ઘરે મોકલી દીધા છે. જે અહીં કેમ્પમાં હતા. અહીં સ્થિતિ તણાવપૂર્ણ છે અને અમને પણ ખબર નથી કે શું થઈ રહ્યું છે. જેથી અમે ક્રિકેટની ઇવેન્ટને આગળ માટે ટાળી દીધી છે અને ફરી શરુ કરવા માટે સમયની રાહ જોવાનો નિર્ણય કર્યો છે.

  આ મહિનાથી ઘરેલું સિઝન શરુ થવાની છે. જેકેસીકે દ્વારા રાજ્યના ક્રિકેટર્સ માટે મેચ અને કેમ્પનું આયોજન કરવામાં આવવાનું હતું. અંડર 23 અને સીનિયર કેટેગરીમાં પસંદ કરેલા ખેલાડીઓમાંથી આઠ ટીમો બનાવવામાં આવી હતી. જોકે હવે બધુ અટકી ગયું છે.
  Published by:Ashish Goyal
  First published: