Home /News /sport /

મેચમાં ફીલ્ડરનો થ્રો અમ્પાયરને માથામાં વાગ્યો, જુઓ વીડિયો

મેચમાં ફીલ્ડરનો થ્રો અમ્પાયરને માથામાં વાગ્યો, જુઓ વીડિયો

Irani Cup: મેચના ચોથા દિવસે ફીલ્ડરનો થ્રો અમ્પાયરને માથામાં વાગ્યો

ઇજા પહોંચતા અમ્પાયર સીકે નંદન મેદાન ઉપર બેસી ગયા, બધા ખેલાડી તેમની મદદ માટે આગળ આવ્યા

    વિદર્ભ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાય રહેલ ઇરાની કપના ચોથા દિવસે મેદાન પર મોટી દૂર્ઘટના થતા-થતા રહી ગઈ હતી. આ ઘટના ખેલાડી સાથે નહીં પણ અમ્પાયર સાથે ઘટી હતી. મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા સીકે નંદન આ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.

    આ ઘટના ચોથા દિવસે બીજા સેશનમાં બની હતી. આદિત્ય સરવટે બોલિંગ કરી રહ્યો હતો. તેના ઓવરના બીજા બોલ પર રેસ્ટ ઓફ ઇન્ડિયાના હનુમા વિહારીએ ડીપ પર શોટ રમ્યો હતો. આ શોટ રમી તે રન લેવા માટે દોડ્યો હતો. ડીપ પર રહેલા ફીલ્ડરે બોલની પકડી બોલર સરવટે તરફ થ્રો કર્યો હતો. જોકે બોલ સરવટેના હાથમાં પહોંચે તે પહેલા અમ્પાયરના માથાના પાછલા ભાગે વાગ્યો હતો. સરવટના હાથમાં પહોંચતા પહેલા બોલ અમ્પાયરના માથના પાછળના ભાગે વાગ્યો હતો અને તેને ઈજા પહોંચી હતી.

    આ પણ વાંચો - સેહવાગના નિર્ણયને સો સલામ, શહીદ જવાનોના બાળકો માટે કરી મોટી જાહેરાત

    ઇજા પહોંચતા અમ્પાયર સીકે નંદન મેદાન ઉપર બેસી ગયા હતા. બધા ખેલાડી તેમની મદદ માટે આગળ આવ્યા હતા. ફિજીયોને મેદાન ઉપર બોલાવ્યા હતા અને નંદનને બહાર લઈ જવા કહ્યું હતું. સીકે નંદન થોડા સમય બહાર રહ્યા પછી અમ્પાયરિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

    મેચમાં હનુમા વિહારીએ બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી. તેણે અણનમ 180 રન બનાવ્યા હતા. આ મેચમાં તેની સતત બીજી સદી છે. આ સાથે તે ઇરાની કપમાં સદીની હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેચ ડ્રોમાં પરિણમી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Hanuma vihari

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन