Home /News /sport /

ઈરાની ટ્રોફી: ઈજાગ્રસ્ત જાડેજાની જગ્યાએ અશ્વિનને મળી તક

ઈરાની ટ્રોફી: ઈજાગ્રસ્ત જાડેજાની જગ્યાએ અશ્વિનને મળી તક

    લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર ચાલી રહેલ ઓફ સ્પિનર આર અશ્વિનને રણજી ટ્રોફી વિજેતા વિદર્ભ વિરૂદ્ધ થનાર ઈરાની કપ મેચ માટે ઈજાગ્રસ્ત જાડેજાની જગ્યાએ શેષ ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્નાયુ ખેંચાઈ જવાના કારણે રવિન્દ્ર જાડેજાને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે અશ્વિનને પણ એક વીક માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, જેના કારણે તેઓ પણ હાલમાં થયેલ દેવધર ટ્રોફી રમી શક્યો નહતો, પરંતુ હવે અશ્વિન રમવા માટે બધી જ રીતે ફિટ થઈ ગયો છે. રણજી ટ્રોફી વિજેતા વિદર્ભ 14થી 18 માર્ચ સુધી નાગપુરમાં શેષ ભારત વિરૂદ્ધ ઉતરશે.

    કર્ણાટકને વિજય હજારે ટ્રોફીમાં ખિતાબી જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મયંક અગ્રવાલને પણ શેષ ભારતમાં સામેલ કરવામાં આવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં ભારતીય ઘરેલૂ ક્રિકેટની કોઈ એક સિઝનમાં બે હજારથી વધારે રન બનાવનાર મયંક પ્રથમ ખેલાડી બની ગયો છે.

    દેવધર ટ્રોફીની ફાઈનલમાં ભારત બીની તરફથી વિજય હજાર ટ્રોફી વિજેતા વિરૂદ્ધ રમતા અભિમન્યુ ઈશ્વરનમાં 69 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

    શેષ ભારતીય ટીમ : કરૂણ નાયર (કેપ્ટન), પૃથ્વૂ શો, અભિમન્યુ ઈશ્વરન, આર સમર્થ, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, કેએસ ભારત, આર અશ્વિન, જયંત યાદવ, અનમોલ પ્રીત સિંહ, સિદ્ધાર્થ કૌલ, અંકિત રાજપૂત, નવદીપ સૈની, અતીત સેઠ
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ravichandran ashwin, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર