અંતે ઈરાને FIFA WCમાં વેલ્સ સામેની મેચ પૂર્વે ગાયું રાષ્ટ્રગાન
Iran football team 2022: ઈરાનને પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ફિફા વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે ટીમને કોઈપણ ભોગે વેલ્સ સામે જીતવું જરૂરી હતુ અને તે થયું જ. ઈરાને વેલ્સને 2-0થી હરાવી રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા જીવંત રાખી હતી. જોકે સામે પક્ષે વેલ્સ માટે આગળની રાહ મુશ્કેલ બની ગઈ છે.
ઈરાનમાં ઉભો થયેલો હિજાબ વિવાદ વૈશ્વિક સ્તરે પહોંચ્યા બાદ તાજેતરમાં જ શરૂ થયેલ ફૂટબોલના સૌથી મોટા ટૂર્નામેન્ટ ફિફા વર્લ્ડકપમાં પણ પહોંચ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022 અત્યાર સુધી માત્ર રમતગમત, ઉલટફેરને કારણે જ નહિ રાજકારણ અને વૈશ્વિક મુદ્દાઓને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. દેશમાં ચાલી રહેલ હિજાબ વિરોધને સમર્થન આપતા ઈરાનની ટીમે ફિફા વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ પૂર્વે રાષ્ટ્રગીત ગાવવાનું ટાળ્યું હતુ.
આ પ્રકારના વિરોધને કારણે સપોર્ટ પણ મળ્યો હતો અને ટીકા પણ થઈ હતી. જોકે શુક્રવારે ઈરાનની ટીમે વેલ્સ સામેની બીજી મેચ દરમિયાન રાષ્ટ્રગીત ગાયું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો ભાવુક થઈ ગયા હતા. કેટલાક ચાહકોની આંખોમાં આંસુ પણ હતા. એક મહિલાએ "Mahsa Amini - 22" પ્રિન્ટ સાથેની સોકર જર્સી પહેરી હતી.
ઈરાનની આખી ટીમે દેશની સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે આ પગલું ભર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઈરાન ફૂટબોલ ટીમના કેપ્ટન અલીરેઝા જહાનબખ્શે કહ્યું હતું કે, ટીમના તમામ ખેલાડીઓ સાથે મળીને સરકાર સામેના વિરોધના સમર્થનમાં રાષ્ટ્રગીત ગાવાનો ઈન્કાર કરવો કે નહીં તે નક્કી કરશે.
અલબત્ત રાષ્ટ્રગીત વાગતાની સાથે જ ઈરાની સમર્થકો તરફથી મોટેથી મજાકનો અવાજ સંભળાયો હતો. જેમાં ટીમે શાંતિથી ગીત ગાયું હતું. અગાઉસોમવારે ઇરાનના સરકારી ટેલિવિઝને રાષ્ટ્રગીત વગાડતું હતું ત્યારે પ્રસારણ કાપી નાખ્યુ હતું. જોકે, આ દરમિયાન હવે ઇરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ખેલાડીઓએ શુક્રવારે ગાયું હતું, અને કતારના સ્ટેડિયમમાં સરકાર તરફી ચાહકોના ફૂટેજ બતાવ્યા હતા.
અહીં નોંધનિય છે કે, ઈરાનમાં 16 સપ્ટેમ્બરે હિજાબનો વિરોધ કરી રહેલ 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ત્યારથી છેલ્લા બે મહિનામાં સમગ્ર ઈરાનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધ 1979ના ઈસ્લામિક રીવોલ્યુશન બાદનો સૌથી પ્રચંડ વિરોધ છે.
કુર્દિશ મૂળના 22 વર્ષીય ઈરાની અમીની (Mahsa Amini)ની તેહરાનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના ત્રણ દિવસ બાદ તેનું નિધન થયું હતુ. અમીની પર ઈરાનના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. ઈરાનના ડ્રેસકોડમાં હિજાબ ફરજિયાત છે. આ ઘટના બાદ કેટલાક ઈરાની ખેલાડીઓએ સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગીત ન ગાવાનું અને વિજય પછી ઉજવણી પણ ન કરવાનો નિર્ણય લીધો હતો.
અગાઉ પણ ફૂટબોલ ટીમે કર્યો હતો સપોર્ટ :
ઈરાનના ખેલાડીઓએ ભૂતકાળમાં પણ દેશમાં ચાલી રહેલા પ્રદર્શનોને સમર્થન આપ્યું છે. આ વર્ષે એક ફ્રેન્ડલી મેચ દરમિયાન ખેલાડીઓએ દેશના પ્રતીકને કાળા જેકેટથી ઢાંકીને વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે કેટલાક ખેલાડીઓએ ગોલની ઉજવણી ન કરીને સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિવાદોથી ઘેરાયેલો છે ફિફા વર્લ્ડ કપ:
ફિફા વર્લ્ડ કપ 2022 શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલો છે. ડેનિશ રિપોર્ટરને કેટલાક લોકોએ વીડિયો બનાવતા અટકાવ્યો હતો. આ મામલે કતારે બાદમાં માફી પણ માંગવી પડી હતી. આ સિવાય એક મહિલા રિપોર્ટર લૂંટનો શિકાર બની અને પોલીસે તે જ રિપોર્ટરને પૂછ્યું કે ગુનેગારને શું સજા થવી જોઈએ? આ સવાલ પત્રકાર માટે પણ આશ્ચર્યજનક રહ્યો હતો.
ઈરાનને પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ફિફા વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે ટીમને કોઈપણ ભોગે વેલ્સ સામે જીતવું જરૂરી હતુ અને તે થયું જ. ઈરાને વેલ્સને 2-0થી હરાવી રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા જીવંત રાખી હતી. જોકે સામે પક્ષે વેલ્સ માટે આગળની રાહ મુશ્કેલ બની ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર