IPL 2021 : ઋષભ પંત બન્યો દિલ્લીનો કેપ્ટન, પોન્ટીંગે આપ્યું મોટુ નિવેદન

IPL 2021 : ઋષભ પંત બન્યો દિલ્લીનો કેપ્ટન, પોન્ટીંગે આપ્યું મોટુ નિવેદન

  • Share this:
    મિયામી: દિલ્લી કેપિટલ્સના હેડ કોચ રીકી પોન્ટીંગને પીરો વિશ્વાસ છે કે, આઇપીએલની આગામી સિઝનમાં કેપ્ટનશીપ કરતા વિકેટકિપર બેસ્ટમેન ઋષભ પંતની રમતમાં સુધારો જોવા મળશે. શ્રેયસ ઐયર ઘાયલ થયા બાદ પંતને આઇપીએલમાં દિલ્લીનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન ખભામાં ઈજા થવાને કારણે આઇપીએલ ટૂર્નામેન્ટ રમી શકશે નહી.

    ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન પોન્ટીંગે ટ્વિટ કર્યું, આ દુર્ભાગ્યપૂર્ણ બાબદ છે કે, શ્રેયસ ઐયર ટૂર્નામેન્ટ નથી રમી રહ્યો પરંતુ, ઋષભ પંતને તેનો ફાયદો થશે. હું તેને જોવા માટે ઉત્સુક છું, જો કે તે અત્યારના તેના પ્રદર્શનને કારણે તે હકદાર તો છે જ અને તેનામાં ભરપુર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે, કેપ્ટનશીપ તેને વધુ સારા ખેલાડી બનાવશે.



    23 વર્ષીય પંતે ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી ટેસ્ટમાં 97 અને 89 રન બનાવ્યા હતા. અને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં તેણે સદી પણ ફટકારી હતી. રવિવારે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં તેમે 62 બોલમાં 78 રન બનાવ્યા હતા.





    પંતના આઇપીએલ કરિયરની વાત કરીએ તો, અત્યાર સુધીમાં તેણે 68 મેચમાં કુલ 2079 રન બનાવ્યા છે. તેના પર આ ટૂર્નામેન્ટમાં એક સદી અને 12 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ગત સિઝનમાં તેણે 14 મેચમાં 343 રન બનાવ્યા હતા. જેમાં તેની એવરેજ 31.18ની હતી. તે પહેલીવાર આઇપીએલ 2016માં રમયો હતો. વર્ષ 2018માં તેના માટે સીઝનનું બેસ્ટ વર્ષ રહ્યું હતું. ત્યારે તેણે 14 મેચમાં 684 રન બનાવ્યા હતા જેમાં તેની એવરેજ 52.61 ની હતી.
    Published by:kuldipsinh barot
    First published:March 31, 2021, 15:52 pm