Home /News /sport /

IPL મેચનાં ટામિંગમાં બદલાવથી ફસાઇ ટિમ ફ્રેન્ચાઇઝીઝ

IPL મેચનાં ટામિંગમાં બદલાવથી ફસાઇ ટિમ ફ્રેન્ચાઇઝીઝ

IPL મેચની નવી સિઝનમાં મેચની ટાઇમિંગમાં બદલાવનાં પ્રસ્તાવ પર આઠ માંથી ત્રણ ફ્રેન્ચાઇઝીઝે આપત્તિ દર્શાવી છે

IPL મેચની નવી સિઝનમાં મેચની ટાઇમિંગમાં બદલાવનાં પ્રસ્તાવ પર આઠ માંથી ત્રણ ફ્રેન્ચાઇઝીઝે આપત્તિ દર્શાવી છે

    મુંબઇ: IPL મેચની નવી સિઝનમાં મેચની ટાઇમિંગમાં બદલાવનાં પ્રસ્તાવ પર આઠ માંથી ત્રણ ફ્રેન્ચાઇઝીઝે આપત્તિ દર્શાવી છે. સોમવારે બોર્ડ તરફથી જાહેર નિવેદન પ્રમાણે, પ્રસારણકર્તા સ્ટાર  સ્પોર્ટ્સે આ સિઝનમાં પહેલી મેચ બપોરે ચાર વાગ્યે પ્રસારિત કરવાની જગ્યાએ સાડા પાંચ વાગ્યે બતાવવાનો પ્રસ્તાવ મુક્યો છે અને બીજી મેચ રાત્રે આઠ વાગ્યાની જગ્યાએ સાત વાગ્યે દર્શાવવો પ્રસ્તાવ મુક્યો છે.

    આ પ્રસ્તાવ પર ત્રણ ફ્રેન્ચાઇઝીઝે બોર્ડ સામે આપત્તિ દર્શાવી છે અને કહ્યું છે કે, તેઓ ફ્રેન્ચાઇઝીઝને વિશ્વાસમાં લીધા વગર આ રીતે એકલા જ નિર્ણય લઇ શકે નહીં. જોકે આ વર્ષે IPLનાં પ્રસારણ અધિકાર ખરીદનારી સ્પોર્ટ્સ ચેનલ તેનાં દર્શકો પ્રમાણે મેચનો ટાઇમિંગ નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. પણ IPL રેવેન્યુ મોડલ હેઠળ ફ્રેન્ચાઇઝીઝ આ નિર્ણયમાં પચાસ ટકાનો સ્ટેક હોલ્ડર છે.
    તેથી તેમની સહમતિ વગર ગર્વનિંગ કાઉન્સિલ કોઇ નિર્ણય લઇ શકે નહીં.

    સોર્સિસની માનીયે તો IPLનાં ચેરમેન રાજીવ શુક્લાને સ્પષ્ટ કહ્યું છે કે, મેચની ટાઇમિંગ બદલાવાનો અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝિઝની સહમતિ બાદ થશે. તેમનું કહેવું છે કે, બ્રોડકાસ્ટરનાં પ્રસ્તાવને બોર્ડ વિચાર માટે સ્વિકાર્યો છે.
    First published:

    Tags: Change in ipl match timings, Ipl teams, Oppose

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन