રમત-જગત

  • associate partner

IPL પર મોટા સમાચાર, વિદેશી ખેલાડીઓને અલગ રાખવા માટે તૈયાર થઈ બધી ટીમો!

News18 Gujarati
Updated: March 17, 2020, 6:52 PM IST
IPL પર મોટા સમાચાર, વિદેશી ખેલાડીઓને અલગ રાખવા માટે તૈયાર થઈ બધી ટીમો!
IPL પર મોટા સમાચાર, વિદેશી ખેલાડીઓને અલગ રાખવા માટે તૈયાર થઈ બધી ટીમો!

ઇન્ડિયન પ્રીમિયર લીગ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) થશે કે નહીં તેનો જવાબ હજુ સુધી કોઈને ખબર નથી. ટૂર્નામેન્ટ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન આઈપીએલ પર મોટા સમાચાર આવી રહ્યા છે કે બધી ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસ સુધી ટીમથી અલગ રાખવા તૈયાર છે. આઈપીએલની ટીમો ભારત સરકારની એ ટ્રાવેલ એડવાઇઝરીને માનવા તૈયાર છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશથી આવનાર લોકોને પહેલા 14 દિવસો સુધી અલગ રાખવામાં આવશે, હાલ સરકારે 31 માર્ચ સુધી વિદેશીઓના ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલના એક અધિકારીએ કહ્યું છે કે બધી ટીમો વિદેશી ખેલાડીઓને 14 દિવસો સુધી અલગ રાખવા તૈયાર છે. અધિકારીએ કહ્યું છે કે તાજા દિશા નિર્દેશો પ્રમાણે કેટલાક દેશોમાંથી આવનાર લોકોને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવા પડશે. જો 31 માર્ચ પછી પણ આ યથાવત્ રહેશે તો અમારે માટે આ કોઈ મુદ્દો નથી. જો અમને ભારત સરકારની મંજૂરી મળશે અને વિદેશી ખેલાડીઓને વિઝા આપવામાં આવે છે તો અમે તે ખેલાડીઓને પહેલા 14 દિવસ સુધી અલગ રાખવા માટે તૈયાર છીએ. આવા સંજોગોમાં અમે તે ખેલાડીઓને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારત લાવીશું અને પ્રથમ બે સપ્તાહ સુધી તેમને અલગ રાખવામાં આવશે. જોકે સવાલ છે કે શું વિદેશી ખેલાડીઓના દેશ કે ક્રિકેટ બોર્ડ તેમને ભારત આવવાની પરવાનગી આપશે? ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે તો પહેલા જ પોતાના બધા ખેલાડીઓને આઈપીએલમાં રમવાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો - Corona Virusના કારણે ધોનીની આશા પર ફરી વળ્યું પાણી, હવે જાહેર કરવી પડશે નિવૃત્તિ!

કોરોના વાયરસના કારણે આઈપીએલનું આયોજન મુશ્કેલ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આઈપીએલ ટીમો અને બીસીસીઆઈ વચ્ચે બેઠક થઈ હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સુરક્ષા પહેલા છે અને આ પછી ટૂર્નામેન્ટ રમાશે.
First published: March 17, 2020, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading