.... તો શું ફાઈનલ પહેલા નક્કી છે કે ધોનીની ટીમ બનશે IPLની ચેમ્પિયન

 • Share this:
  આઈપીએલ હવે અંતિમ રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. આઠ ટીમોથી શરૂ થયેલ યાત્રા હવે ચાર ટીમો વચ્ચે પહોંચી ગઈ છે એવામાં ન્યૂઝ18 તમને જણાવવા જઈ રહી છે કે, કઈ ટીમ આ વખતે જીતની પ્રબલ દાવેદાર છે.

  આઈપીએલ લીગ મુકાબલો ખત્મ થયા બાદ સનરાઈઝર્સ હૈદારાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે, પરંતુ તે ખિતાબ જીતે તેની સંભાવના સૌથી ઓછી છે. આઈપીએલનો ઈતિહાસ સાક્ષી છે કે, પાછલી 10 સિઝનમાં માત્ર બે વખત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ કરિશ્મો આઈપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે અને પાછલી સિઝનમાં મુંબઈએ કર્યો હતો.

  આઈપીએલમાં સૌથી વધારે વખત ખિતાબ પોઈન્ટ ટેબલમાં નંબર બે પર રહેનાર ટીમે જીત્યો છે. 2011થી 2015 સુધી સતત પાંચ વર્ષ સુધી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર રહેલી ટીમે ચેમ્પિયન બની છે. એવામાં આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાઈ રહી છે.

  આઈપીએલમાં 2010 અને 2016માં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહેલી ટીમ માત્ર એક વખત અને નંબર ચાર પર રહેલી ટીમે 2009માં ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો.
  Published by:Mujahid Tunvar
  First published: