Home /News /sport /IPL Retention: કે.એલ.રાહુલથી લઈ ડેવિડ વોર્નર સુધી, આ ખેલાડીઓની બદલાઈ શકે છે ટીમ

IPL Retention: કે.એલ.રાહુલથી લઈ ડેવિડ વોર્નર સુધી, આ ખેલાડીઓની બદલાઈ શકે છે ટીમ

IPL Retention Players : આ દિગ્ગજ ખેલાડીઓની ટીમ બદલાઈ જશે, નવા ફોર્મેટમાં જોવા મળશે ટીમ

એક રિપોર્ટ પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ (RCB) જેવી લાકપ્રિય ટીમોએ કયાં ખેલાડીઓને રોકવા તે અંગેનો (IPL 2022 Retention List)  નિર્ણય કરી લીધો છે

  IPL Retention: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League (IPL 2022)ના 15માં એડિશન હવે નવી 2 ટીમ શામેલ થવાને કારણે આ વખતે વધુ રસપ્રદ જોવા મળશે. નવી શામેલ થયેલી 22 ટીમોને કારણે હવે કોમ્પિટીશનમાં પણ વધારો જોવા મળશે. પણ આ પહેલા કોઈપણ ટીમ માટે સૌથી ચેલેન્જીંગ કામ તે ખેલાડીઓને રોકવાનું રહેશે જે મને તે પોતાની ટીમમાં શામેલ કરવા માંગે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલાડીઓમાંથી ગણતરીના ખેલાડીઓની પસંદગી કરવી એ મુશ્કેલ બાબત છે. ઓક્શન પહેલા આઈપીએલ (IPL 202 Mega Auction)  માટે ખેલાડીઓની પસંદગી વિશેની ચર્ચા વિચારણા કરવી જરૂરી છે. આ વખતે ગાઈડ લાઈન પ્રમાણે દરેક ટીમ પોતાની ફઅરેન્ચાઈઝીમાં વધુમાં વધુ માત્ર 4 ખેલાડીઓને રાખી શકશે, અન્ય ખેલાડીઓને જતા કરવા પડશે.

  એક રિપોર્ટ પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ (RCB) જેવી લાકપ્રિય ટીમોએ કયાં ખેલાડીઓને રોકવા તે અંગેનો (IPL 2022 Retention List)  નિર્ણય કરી લીધો છે, તો આ તરફ કિંગ્સ 11 પંજાબ કોઈ પણ ખેલાડીને રિટેઈન ન કરી એક નવી શરૂઆત કરવા માંગે છે.

  રિટેઈન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત થયા પહેલા નજર કરીએ કેટલાક એવા ખેલાડીઓ પર જે રિટેઈન ન કરવામાં આવે તો ઓક્શનમાં ધમાસાણ જોવા મળી શકે છે.

  ફાફ ડુ પ્લેસિસ Faf du Plessis :પૂર્વ આફ્રિકન કેપ્ટન જેની ટીમે આઈપીએલ 2021માં બીજું સ્થાન મેળવ્યુ હતું. આ સાથે જ ફાફ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક કન્સીસ્ટન્ટ પરફોર્મર પણ રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે ટીમ એમએસ ધોની, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં રાખશે. જો ફાફ ડુ પ્લેસિસને ઓક્શનમાં જોડવામાં આવે તો શક્યતા છે કે CSK તેમને ફરીથી ટીમમાં શામેલ કરવાનો પ્રયત્ન કરશે.

  શાર્દુલ ઠાકુર Shardul Thakur: શાર્દુલ ફાસ્ટ બોલર તરીકે CSK માટે એક સંપતિ સમાન છે. જરૂર પડ્યે શાર્દુલ પોતાની પરફોર્મન્સથી ટીમની દિશા બદલી શકે છે. તેવામાં ફાસ્ટ બોલર ઠાકુર માટે ઓક્શનમાં CSK બોલી લગાવી તેને રિટેઈ કરવાને પ્રયત્ન કરે તેવી શક્યતા છે.

  હાર્દિક પંડ્યા Hardik Pandya : છેલ્લા થોડા સમયથી પંડ્યાની ફિટનેસ તેના પ્રદર્શન અને કરિયર માટે બાધા બની ગઈ છે. 2017ની જેમ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેને ફરીથી રિટેઈન કરવામાં આવે તેવી શક્યતા ઘણી ઓછી છે. જો કે અન્ય ટીમો જે ઓલરાઉન્ડરની તલાશમાં છે તેમની લિસ્ટમાં પંડ્યાનું નામ ચોક્કસથી શામેલ હશે.

  આ પણ વાંચો : KL રાહુલ અને અથિયા શેટ્ટીનું કાર કલેક્શન, હોટ કપલ પાસે છે 2 કરોડ રૂપિયા સુધીની કાર

  સૂર્યકુમાર યાદવ Suryakumar Yadav: જે મુંબઈ ઈન્ડિયન્સ માટે જીતનું કારણ બને છે, તે પણ આ વખતે ઓક્શનમાં શામેલ થાય તેવી શક્યતા છે. છેલ્લા થોડા વર્ષોમાં સૂર્યકુમાર યાદવે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમમાં પોતાનું પ્રદર્શન ઘણું જ સારું બનાવ્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સ યાદવ માટે ફરીથી દાવ લગાવે તેવી શક્યતા છે. હાલમાં તે ખૂબ સારા ફોર્મમાં છે અને જો કોઈ અન્ય ટીમ દ્વારા તેને ખરીદવામાં આવે છે તો આ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક લોસ હોઈ શકે છે.

  દિનેશ કાર્તિક Dinesh Karthik: કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ કેપ્ટનને ફરી એક વખત ઓક્શનમાં શામેલ થવું પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ઓલરાઉન્ડર પર વધુ ફોકસ કરી રહી છે. જો કાર્તિક ઓક્શનમાં શામેલ થાય તો શક્યતા છે કે તે અમદાવાદ અથવા લખનઉ દ્વારા ખરીદવામાં આવે. આ નવી ટીમોને અનુભવી વિકેટ કીપરની જરૂર હોવાને કારણે વું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુ તરફથી રમવા દરમ્યાન તેનું પરફોર્મન્સ ખૂબ સારું હતું. જે આઈપીએલ ઓક્શનમાં ચોક્કસથી અસર દર્શાવે તેવી શક્યતા છે.

  કુલદીપ યાદવ Kuldeep Yadav: લેફ્ટ આર્મ સ્પીનર હાલ ભલે ટીમમાંથી બહાર હોય પણ આઈપીએલમાં કોઈ પણ ટીમ માટે તે એક મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે. જો કોઈ ટીમ તેના પર મોટી બોલી લગાવે છે તો આ ટીમને કોઈ નુક્શાન જશે નહીં. જો ચેન્નાઈ દ્વારા તેને ટીમમાં શામેલ કરવામાં આવે તો ધોનીના આગેવાની હેઠળ રમવાથી કે ફોર્મમાં આવી શકે છે.

  ડેવિડ વોર્નર: David Warner ઓસ્ટ્રેલિયન સ્ટાર પ્લેયર ડેવિડ વોર્નર માટે ગત વર્ષનું આઈપીએલ સૌથી ખરાબ રમતોમાંનું રહ્યું. કેપ્ટન તરીકે ન રમવું અને પછી પ્લેયિંગ 11માં પણ શામેલ ન થવું એ તમામ તેની માટે ખરાબ કહી શરાય તેવી બાબતો હતી. જો કે વર્લ્ડ કપ 2021માં તેણે શાનદાર કમબેક કર્યું. આ ખેલાડી પર તમામની નજર રહેશે. ખાસ કરીને એ ટીમ જે નવા કેપ્ટનની શોધમાં છે.

  આ પણ વાંચો :  Rahul Dravid: રાહુલ દ્રવિડે IND vs NZ પહેલી ટેસ્ટની પીચ બનાવનારા કર્મચારીઓને આપ્યું રોકડમાં ઈનામ, જાણીને થશે ગર્વ

  ક્રિસ ગેલ Chris Gayle: ગ્લોબલી લોકપ્રિય અને સ્ટાર ખેલાડી હાલ પણ પોતાની રમતમાં બની રહેવા માંગે છે અને કોઈ પણ ટીમ દ્વારા તેના પર બોલી લગાવી તેને ટીમમાં શામેલ કરવામાં આવે તો આ એક ફાયદાની વાત રહી શકે છે. અબુધાબીમાં રમાયેલી ટી10 લીગમાં તેનું પરફોર્મન્સ શાનદાર હતું. આ ફોર્મેટમાં તો ખૂબ સારું પ્રદર્શન કરે છે અને તેની અવગણના તો કદાચ જ થઈ શકે.

  શિખર ધવન Shikhar Dhawan: દિલ્લી કેપિટલના ઓપનર શિખર ધવનને આ વખતે ઓક્શનમાં શામેલ થવું પડે તેવી શક્યતાઓ વધું છે. ટીમ દ્વારા ઋષભ પંત, પૃથ્વી શો અને અક્ષર પટેલને ટીમમાં રાખવામાં આવે તેવી શક્યતો વધુ છે. તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં એક સારો બેટ્સમેન છે, જે પણ ટીમ દ્વારા તેને શામેલ કરવામાં આવશે તે ચોક્કસથી ફાયદામાં રહેશે.

  આ પણ વાંચો : R Ashwin: આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો ઈતિહાસ, હરભજનનો સિંઘનો સૌથી વધુ વિકેટનો રેકોર્ડ તોડ્યો

  કેએલ રાહુલ KL Rahul  : ભારતની ટીમના T20Iના વાઈસ કેપ્ટન આઈપીએલમાં પણ એક કન્સીસ્ટન્ટ પરફોર્મર છે. શક્યતાઓ છે કે નવી બે ટીમ દ્વારા તેમને શામેલ કરવામાં આવે. છેલ્લા થોડા સમયથી તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં છે. શક્યતા છે કે તમના પ્રદર્શનને જોતા તે ઓક્શનમાં મોંઘા ખેલાડીઓમાંથી એક હોઈ શકે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IPL 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन