Home /News /sport /

IPL Retention: IPL 2022માં આ ટીમે બધા ખેલાડી ઓક્શનમાં મૂક્યા હોવાનો રિપોર્ટ, બચશે 90 કરોડ

IPL Retention: IPL 2022માં આ ટીમે બધા ખેલાડી ઓક્શનમાં મૂક્યા હોવાનો રિપોર્ટ, બચશે 90 કરોડ

ipl retention 2022 live updates Sunrisers Hyderabad List : સનરાઇઝર્સે હૈદરાબાદે એક પણ ખેલાડી રિટેન કર્યો હોવાના અહેવાલ

IPL retention 2022 Live Updates: આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા (IPL Mega Auction) પહેલાં આ ટીમે જાહેર કર્યુ કે એક પણ ખેલાડી રિટેન નહીં કરે. કેપ્ટન પણ જશે ઓક્શનમાં

    આઇપીએલ 2022 (IPL 2022 Retention ) માટે મેગા હરાજી (Mega auctions) ડિસેમ્બર 2021 અથવા વર્ષ 2022ની શરૂઆતમાં થાય તેવી સંભાવના છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માટે હરાજી પહેલાં તમામ ટીમો ખેલાડીઓને રિટેઈન (Retention) કરશે. આજે આઈપીએલ 2022નું રિટેન લિસ્ટ સામે આવવાનું છે. જોકે, આ લિસ્ટ પહેલાં અહેવાલ છે કે આઈપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે એક પણ ખેલાડીને રિટેન કર્યો નથી (Surisers Hyderabad Did not Retain any Player). બીસીસીઆઈ દ્વારા (BCCI) દ્વારા તમામ ટીમને 30મી નવેમ્બર સુધીમાં તેના 4-4 ખેલાડીઓ રિટેન કરવાનો મોકો આપ્યો હતો.

    એક ટીમ ખેલાડીને ખરીદવા પાછળ વધુમાં વધુ 90 કરોડ રૂપિયા ખર્ચી શકે છે ત્યારે હૈદરાબાદ તમામ ખેલાડીને વેચવા કાઢીને 90 કરોડ રૂપિયા બચાવી લીધા છે. હવે હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) સ્ટાર રાશિદ ખાન (Rashid Khan) ડેવિડ વોર્નર (David Warner) સહિતના ખેલાડીઓ ઓક્શનમાં જશે.

    SRHનો મેસેજ : સનરાઇઝર્સે હૈદરાબાદે સોશિયલ મીડિયા પર એક ખાસ મેસેજ લખ્યો છે જેના પરથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ ટીમ માટે યોગદાન આપનારા ખેલાડીઓનો આભાર માનવા માંગે છે. આ મેસેજના જવાબમાં ખેલાડી જોની બેરસ્ટોએ (Jonny Bairstow) લખ્યું કે સહકાર માટે ધન્યવાદ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક મળીશું. બેયસ્ટોએ ટીમનો સાથે છોડી દીધો છે.

    વોર્નર પહેલાંથી જ પત્તું કાપી ચુક્યા હતા

    હૈદરાબાદ પાછલી સિઝનમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર અને વર્લ્ડ ટી-20માં મેન ઓફ ધી ટુર્નામેન્ટ થનારા ડેવિડ વોર્નરને ટીમની કેપ્ટનશીપમાં હટાવ્યો હતો. ત્યારબાદ તેને અનેક મેચમાં પ્લેઇંગ 11માં જગ્યા નહોતી. આપી. ત્યારબાદ વોર્નરે જાતે જ મેગા ઓક્શનમાં જવાની વાત કહી હતી. તેણે ટી-20 વર્લ્ડકપમાં 289 રન બનાવી અને મેન ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

    આ પણ વાંચો :   IPL Retention : IPLના ઈતિહાસમાં આ હશે સૌથી મોંઘો ખેલાડી, કોહલીને પણ પાછળ છોડી દેશે

    આઇપીએલ 2022 મેગા હરાજી માટે રિટેન્શન નિયમો

    આઇપીએલ 2022ની મેગા હરાજીમાં જૂની આઠ ફ્રેન્ચાઇઝીઓ વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. આ ચાર ખેલાડીઓ બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓ અથવા ત્રણ ભારતીય અને એક વિદેશમાં હોઈ શકે છે. બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીઓને એક, બે, ત્રણ કે ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પણ મંજૂરી આપી દીધી છે

    આ પણ વાંચો :  IPL Retention: ધોની, કોહલી-રોહિત શર્મા, બુમરાહ-પંત સહિતના આ ખેલાડીઓ રિટેન, નહીં બદલે ટીમ

    બે નવી ટીમોની એન્ટ્રી

    આ વખતે આઇપીએલમાં અમદાવાદ અને લખનઉ એન બે ટીમોની એન્ટ્રી થઈ છે. આ ટીમો મેગા હરાજીમાં ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે. આ ઉપરાંત નવી ટીમો મેગા હરાજીની બહાર પણ બે ભારતીય અને એક વિદેશી ક્રિકેટરને પસંદ કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Criceket News, IPL 2022, SRH

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन