Home /News /sport /IPL Retention : IPL 2022માં રિટેઇન કરેલા ખેલાડીઓનો પગાર કેટલો હશે? જાણો વહેંચણીના નિયમ

IPL Retention : IPL 2022માં રિટેઇન કરેલા ખેલાડીઓનો પગાર કેટલો હશે? જાણો વહેંચણીના નિયમ

ipl retention 2022 live updates : આઈપીએલ 2022ના રિટેન ખેલાડીઓનું લિસ્ટ આજે જાહેર થશે

IPL retention 2022 Live Updates: આજે રિટેન થયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવશે ત્યારે  જાણો શું છે રિટેન થયેલા ખેલાડીઓને લગતા નિયમો અને તેને લગતી ખાસ વાતો

આઇપીએલ 2022 (IPL 2022 Retention ) માટે મેગા હરાજી (Mega auctions) ડિસેમ્બર 2021 અથવા વર્ષ 2022ની શરૂઆતમાં થાય તેવી સંભાવના છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માટે હરાજી પહેલાં તમામ ટીમો ખેલાડીઓને રિટેઈન (Retention) કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અહેવાલો અનુસાર, મેગા હરાજીમાં ભારતના અને બહારના અનેક ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. આજે રિટેન થયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવશે ત્યારે  જાણો શું છે રિટેન થયેલા ખેલાડીઓને લગતા નિયમો અને તેને લગતી ખાસ વાતો

આઇપીએલ 2022માં બે નવી ટીમનો ઉમેરો થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના રિટેન્શન નિયમો મુજબ જૂની ફ્રેન્ચાઇઝીઓને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી છે. તેમને 30 નવેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા જણાવવામાં આવ્યું છે

સેલેરી પર્સ 90 કરોડ રૂપિયા હશે

તમામ 8 ટીમો અને નવી ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓની બહોળી સંખ્યામાંથી પસંદગી કરવા મહેનત કરશે. BCCI ફ્રેન્ચાઇઝીઓના સેલેરી પર્સમાં પણ વધારો કર્યો છે. આ વખતે આઇપીએલની તમામ ટીમો માટે સેલેરી પર્સ 90 કરોડ રૂપિયા હશે. આઇપીએલ 2021માટે સેલેરી પર્સ 85 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો :  IPL Retention: ધોની, કોહલી-રોહિત શર્મા, બુમરાહ-પંત સહિતના આ ખેલાડીઓ રિટેન, નહીં બદલે ટીમ

આઇપીએલ 2022 મેગા હરાજી માટે રિટેન્શન નિયમો

આઇપીએલ 2022ની મેગા હરાજીમાં જૂની આઠ ફ્રેન્ચાઇઝીઓ વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. આ ચાર ખેલાડીઓ બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓ અથવા ત્રણ ભારતીય અને એક વિદેશમાં હોઈ શકે છે. બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીઓને એક, બે, ત્રણ કે ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પણ મંજૂરી આપી દીધી છે

બે નવી ટીમોની એન્ટ્રી

આ વખતે આઇપીએલમાં અમદાવાદ અને લખનઉ એન બે ટીમોની એન્ટ્રી થઈ છે. આ ટીમો મેગા હરાજીમાં ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે. આ ઉપરાંત નવી ટીમો મેગા હરાજીની બહાર પણ બે ભારતીય અને એક વિદેશી ક્રિકેટરને પસંદ કરી શકે છે.

રિટેઇન કરેલા ખેલાડીઓની પગાર

4 ખેલાડીઓ: રૂ.42 કરોડ (16 કરોડ, 12 કરોડ, 8 કરોડ અને 6 કરોડ)

3 ખેલાડીઓ: રૂ.33 કરોડ (15 કરોડ, 11 કરોડ, 7 કરોડ)

2 ખેલાડીઓ: રૂ.22 કરોડ (14 કરોડ અને 10 કરોડ)

1 ખેલાડી: રૂ.14 કરોડ (કેપ્ડ હોય તો 14 કરોડ અને અનકેપ્ડ ન હોય તો 4 કરોડ)

આ પણ વાંચો : IPL Retention: કે.એલ.રાહુલથી લઈ ડેવિડ વોર્નર સુધી, આ ખેલાડીઓની બદલાઈ શકે છે ટીમ

આઇપીએલ 2022 મેગા હરાજીમાં પર્સનો ઉપયોગ:

ભારતીય ક્રિકેટ બોર્ડે ફ્રેન્ચાઇઝીની કુલ પર્સની રકમ 85 કરોડથી વધારીને 90 કરોડ રૂપિયા કરી દીધી છે.

ખેલાડીઓના રિટેઇન્સન ફ્રેન્ચાઇઝીઓના પર્સને કેવી અસર કરશે

કોઈ રિટેન્શન ન હોય તો- 90 કરોડ રૂપિયા

એક રિટેન્શન હોય તો- 76 કરોડ રૂપિયા

બે રિટેન્શન હોય ત્યારે- 66 કરોડ રૂપિયા

ત્રણ રિટેન્શનમાં- 57 કરોડ રૂપિયા

ચાર રિટેન્શન હોય તો- 48 કરોડ રૂપિયા
First published:

Tags: IPL 2022, ક્રિકેટ ન્યૂઝ