Home /News /sport /IPL Retention : IPLના ઈતિહાસમાં આ હશે સૌથી મોંઘો ખેલાડી, કોહલીને પણ પાછળ છોડી દેશે

IPL Retention : IPLના ઈતિહાસમાં આ હશે સૌથી મોંઘો ખેલાડી, કોહલીને પણ પાછળ છોડી દેશે

KL રાહુલ (KL Rahul)  :  T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં KL રાહુલ ચોથા સ્થાન પર છે. KL રાહુલે T20 ક્રિકેટ મેચમાં 73 સિક્સર ફટકારી છે. KL રાહુલ એક હાર્ડ-હિટિંગ બેટ્સમેન છે, જેમણે 164 બાઉન્ડ્રી ફટકારી છે. T20 ની 52 મેચમાં તેમણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે.

IPL retention 2022 Live Updates: આજે આઈપીએલના રિટેન ખેલાડીઓનું લિસ્ટ આવશે, હરાજી (IPL Mega Auction)માં જઈને પણ આ ખેલાડીને થઈ શકે છે મોટો ફાયદો

IPL Retention :  સ્ટાર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) હવે પંજાબ કિંગ્સ સાથે પોતાનો છેડો ફાડી અને ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League (IPL)માં એક નવી ફ્રેન્ચાઈઝી સાથે હાથ મિલાવવા તૈયાર છે. IPL 2022ના મેગા ઓક્શનમાં 8 ટીમો દ્વારા તેમના 4 રિટેઈન કરેલા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવાની છે. આ 4માં 2 ખેલાડીઓથી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડી રાખી શકાશે નહીં. તો બીજી તરફ લખનઉ અને અમદાવાદની ટીમ રિટેઈન ન કરવામાં આવ્યા હોય તેવા ખેલાડીઓમાંથી ત્રણ ત્રણ ખેલાડીઓને ખરીદી શકશે. આઈપીએલની 2 સિઝન માટે PBKSનું નેતૃત્વ કરનાર રાહુલ આ વખતે ટીમમાં જોવા નહીં મળે. અન્ય ટીમો દ્વારા તેમને શામેલ કરવા માટે મેગા ઓડિશનમાં પડાપડી થતી જોવા મળે તો તેમાં કોઈ નવાઈ નહીં.

રાહુલ અને PBKS એકબીજાથી છૂટા પડવા માટે તૈયાર છે. આ સાથે જ એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે લખનઉ ફ્રેન્ચાઈઝી દ્વારા રાહુલને આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંધા ખેલાડી બનાવવાની ફર પણ આપવામાં આવી છે.

લખનઉ સાથે વાતચીત

કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ઓક્શનમાં શામેલ થવાનું ટાળી શકે છે. લખનઉ સાથી ચાલી રહેલી વાતચીતના અંતે શક્યતા છે કે તે લખનઉ સાથેનો કોન્ટ્રાક્ટ સાઈન કરી ફ્રેન્ચાઈઝીમાં શામેલ થાય. RPSG ગ્રુપ દ્વારા સંચાલિત લખનઉની ફ્રેન્ચાઈઝી દ્વારા કેએલ રાહુલને 20 કરોડની ઓફર કરવામાં આવી છે.

આ પણ વાંચો :  IPL Retention: ધોની, કોહલી-રોહિત શર્મા, બુમરાહ-પંત સહિતના આ ખેલાડીઓ રિટેન, નહીં બદલે ટીમ

આઈપીએલના ઈતિહાસનો મોંઘો ખેલાડી

જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યાં છે તેને જોતા લાગી રહ્યું છે કે જો આ વાતમાં તથ્ય છે અને આ ડીલ ફિક્સ થાય છે તો રાહુલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંધા ખેલાડી બનશે. જો આવું થાય છે તો રાહુલ વન ડે અને ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દેશે.

કોહલીએ ટી 20 અને રોયલ ચેલેન્જર બેંગ્લોરનું કેપ્ટનપદ છો઼ડ્યું

કોહલીએ ટી 20 અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (Royal Challengers Bangalore (RCB) બન્નેના કેપ્ટન પદેથી હટી જવાનો નિર્ણય કર્યો છે. હાલ આઈપીએલમાં વિરાટ સૌથી મોંધા ખેલાડી છે, જેને 17 કરોડની સેલેરી આપવામાં આવે છે. આ રકમ તેણે IPL 2018થી IPL 2021 દરમ્યાન મેળવી છે.

રાહુલ ફક્ત 9 કરોડની સેલેરી મેળવતો હતો

અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રાહુલ ફક્ત 9 કરોડની સેલેરી મેળવતા હતા. જો કે તે PBKS પદેથી રાજીનામું આપે તેની શક્યતા ઓછી છે પણ તે પોતાના વેતનમાં વધારાની માંગ અંગે રજૂઆત કરી શકે છે અને જો તેમ થાય તો મહત્તમ 16 કરોડની સેલેરી સાથે તે ફરીથી ટીમમાં જોડાઈ શકે છે. શક્યતા છે કે ટીમ વધુ સેલેરી માટે તૈયાર પણ થઈ જાય.

16 કરોડના નિશ્ચિત સ્લેબ કરતા વધુ સેલેરીના માંગ કરી શકે

જો રાહુલ PBKS સાથે જોડાણ યથાવત રાખે છે તો તે 16 કરોડના નિશ્ચિત સ્લેબ કરતા વધુ સેલેરીના માંગ કરી શકે છે. બીસીસીઆઈના નિયમ અનુસાર રિટેઈન કરવામાં આવેલા ખેલાડીઓને ઉચ્ચ સેલેરી આપી શકાશે અને તે રકમને બેલેન્સ કરી શકાશે.

આ પણ વાંચો :  KL રાહુલ અને અથિયા શેટ્ટીનું કાર કલેક્શન, હોટ કપલ પાસે છે 2 કરોડ રૂપિયા સુધીની કાર

આઈપીએલ 2021માં કેએલ રાહુલ ત્રીજા સૌથી વધુ રન કરનારા ખેલાડી

જો કે PBKSમાં રાહુલ જોવા મળે તેવી સંભાવના ઓછી હોવાની વાત કરવામાં આવી રહી છે. આઈપીએલ 2021માં કેએલ રાહુલ ત્રીજા સૌથી વધુ રન કરનારા ખેલાડી હતા, જોકે તેમની ટીમ તેમની આગેવાનીમાં સારું પ્રદર્શન કરી શકી નહતી. રાહુલે 3273 રન ફટકાર્યા હતા. આ રન 94 મેચોમાં 41ની એવરેજ સાથે કરવામાં આવ્યા. જો રાહુલ લખનઉની ટીમ સાથે જોડાણ કરે છે તો તે કેપ્ટનનું પદ સંભાળે તેવી શક્યતા છે.
First published:

Tags: Cricket News in Gujarati, IPL 2022, IPL 2022 Mega Auction, KL Rahul

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો