IPL 2019ની દરેક મેચમાં 5 લાખનું ઈનામ, તો ક્યાંક મળે છે કરિયાણું, ડેટા અને ચંપલ

News18 Gujarati
Updated: April 10, 2019, 7:48 AM IST
IPL 2019ની દરેક મેચમાં 5 લાખનું ઈનામ, તો ક્યાંક મળે છે કરિયાણું, ડેટા અને ચંપલ
આઈપીએલની દરેક મેચમાં પાંચ લાખ રૂપિયા પ્રાઇઝ મની આપવામાં આવે છે. (Photo: IPL/BCCI)

અનેક દેશોમાં પ્રાઇઝ મની તરીકે 5 જીબી ડેટા, ચંપલ અને કરિયાણાનો સામાન આપવામાં આવે છે

  • Share this:
ઈન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝન ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટરોને સૌથી વધુ પૈસા મળે છે. પ્લેયર્સની પાસે હરાજીમાં મોટી બોલી કમાવવાની સાથે મેચ દરમિયાન સારું પ્રદર્શન કરી રકમ જીતવાની તક મળે છે. આઈપીએલ 2019 દરમિયાન એક મેચમાં પાંચ પ્રકારના એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. તેમાં કેચ ઓફ ધ મેચ, સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ મેચ, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ, ગેમચેન્જર ઓફ ધ મેચ અને મેન ઓફ ધ મેચ સામેલ છે. આ તમામ કેટેગરીમાં પ્લેયરને એક-એક લાખ રૂપિયા મળે છે. આ રીતે પાંચ લાખ રૂપિયાની રકમ અલગ-અલગ સ્પોન્સર તરફથી ઈનામ તરીકે આપવામાં આવે છે.

દુનિયાના બાકી દેશોમાં હાલત આવી નથી. અનેક દેશોમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જ આપવામાં આવે છે. તેમાંથી ઈનામ તરીકે ટ્રોફી જ આપવામાં આવે છે કે પછી રોકડ ઈનામ ઘણું ઓછું હોય છે. આ દરમિયાન એવી સીરીઝ પણ જોવા મળી છે જેમાં ટૂર્નામેન્‍ટ જીતનારી ટીમને માત્ર ટ્રોફીથી જ સંતોષ માનવો પડે છે.

આ પણ વાંચો, આ મહિલા ક્રિકેટરને મળવા સવારે પાંચ વાગ્યે રૂમ પર પહોંચ્યો હતો કોહલી!

આ વર્ષની શરૂઆતમાં ભારતે જ્યારે ઓસ્ટ્રેલિયામાં વનડે સીરીઝ જીતી હતી તો તેને માત્ર ટ્રોફી મળી હતી. તેની સાથે કોઈ પ્રકારના મેડલ કે પ્રાઇઝ મની નહોતી આપવામાં આવી. બાદમાં સુનીલ ગાવસ્કર સહિત અનેક ક્રિકેટરોએ ટ્રોફીની સાથે રોકડ રકમ ન આપવા પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી.

ઈંગ્લેન્ડમાં પણ મેચો દરમિયાન મેન ઓફ ધ મેચ પસંદ થનારા પ્લેયરને નાની ગિફ્ટ કે શેમ્પેનની બોટલ જ આપવામાં આવે છે. ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો હતો જેમાં મેન ઓફ ધ મેચ પસંદ કરાયેલા પ્લેયરને પુરસ્કાર તરીકે 5 જીબી ડેટા આપવામાં આવ્યો હતો. આ ફોટો દક્ષિણ આફ્રિકાનો હતો. જોકે એ સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે આ મેચ કઈ ટૂર્નામેન્ટની હતી. આ તસવીર થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ફરીથી ઘણી વાયરલ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે દુનિયાના અનેક દેશોમાં ડેટા ઘણો મોંઘો છે, તે હિસાબે આ પુરસ્કાર તે દેશની પરિસ્થિતિ અનુસાર ઘણો મોટું છે.બીજી તરફ, ઈન્ટરનેટ પર આ પ્રકારના અનેક ફોટો ઉપલબ્ધ છે જેમાં મેન ઓફ ધ મેચ બનનારા પ્લેયર્સને પુરસ્કારમાં કરિયાણાનો સામાન, કેરેટ ભરીને બીયર અને ચંપલ આપવામાં આવે છે. જોકે, તેમાંથી મોટાભાગના ફોટો આફ્રિકાના છે.
First published: April 10, 2019
વધુ વાંચો
अगली ख़बर