Home /News /sport /IPL 2022: ગુજરાત ટાઇટન્સ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી શકે છે, જાણો પ્લેઓફ સાથે જોડાયેલા નિયમો
IPL 2022: ગુજરાત ટાઇટન્સ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી શકે છે, જાણો પ્લેઓફ સાથે જોડાયેલા નિયમો
આઈપીએલ 2022ની પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલા કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મંગળવાર અને બુધવારે રમાશે (તસવીર - BCCI)
IPL -2022 Playoffs Rules - આજે પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. જ્યારે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાશે
નવી દિલ્હી : આઈપીએલ-2022ના (IPL 2022) પ્લેઓફ મુકાબલા (ipl 2022 playoffs)આજે મંગળવારથી શરુ થઇ જશે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સનો (Gujarat Titans)મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. જ્યારે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાશે. આ પહેલા બીસીસીઆઈએ પ્લેઓફના મુકાબલા અને ફાઇનલને લઇને નિયમો વિશે જાણકારી આપી છે. આઈપીએલ 2022ના (IPL 2022 new rules)નવા નિયમો પ્રમાણે જો પ્લેઓફના મુકાબલામાં મોસમના કારણે કોઇ પ્રકારનું વિધ્ન પહોંચે અને નિયમિત સમયમાં મેચ સંભવ ના થાય તો વિજેતાનો નિર્ણય સુપરઓવરથી થશે. એટલે કે હાર જીતનો નિર્ણય 6 બોલમાં થશે.
આઈપીએલના નવા નિયમો પ્રમાણે જો એકપણ ઓવરની રમત ના રમાય તો પછી વિજેતાની પસંદગી માટે પોઇન્ટ ટેબલનો સહારો લેવામાં આવશે અને જે ટીમ પોઇન્ટ ટેબલમાં શાનદાર સ્થિતિમાં હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. તેનો મતલબ એ છે કે જો ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રથમ ક્વોલિફાયર વરસાદ કે બીજા કારણોસર ના રમાય તો ગુજરાત ટાઇટન્સ મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી જશે. કારણ કે ગુજરાત પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને રાજસ્થાન રોયલ્સ બીજા સ્થાને છે.
ઇએસપીએનક્રિકઇન્ફોના મતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાનાર એલિમિનેટરમાં પણ આમ જ થશે. જો આ મેચમાં પણ વરસાદના કારણે એકપણ બોલ ના ફેંકાય તો પછી નિર્ણય પોઇન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ પર થશે. આવામાં લખનઉની ટીમ આગળ વધશે અને આરસીબી રમ્યા વગર બહાર થઇ જશે. આ નિયમ ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 પર જ લાગુ પડશે. કારણ કે આમાં કોઇ રિઝર્વ ડે નથી.
આઈપીએલ 2022ની પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલા કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મંગળવાર અને બુધવારે રમાશે. જ્યાં મોસમ બરાબર નથી. છેલ્લા બે દિવસથી ત્યાં વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થયું છે. સ્ટેડિયમનું પ્રેસ બોક્સ પણ તેની ઝપેટમાં આવ્યું છે. મોસમ વિભાગે આગામી કેટલાક દિવસો સુધી આવું જ મોસમ રહેવાની આશંકા વ્યક્ત કરી છે. આવામાં વરસાદની શક્યતા જોતા આ નિયમ બનાવવામાં આવ્યા છે.
પ્લેઓફની પ્લેઇંગ કંડીશનમાં ફેરફાર
ત્રણેય પ્લેઓફ મુકાબલાની પ્લેઇંગ કંડીશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક મેચ પુરી થવા માટે 200 મિનિટથી અલગ 2 કલાક વધારાના આપવામાં આવ્યા છે. જો પ્લેઓફના મુકાબલા લેટ શરુ થાય તો નવી ગાઇડલાઇન પ્રમાણે મેચ રાત્રે 9.40 કલાકે પણ શરુ થઇ શકે છે. ફાઇનલનો સમય 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જો વરસાદના કારણે લેટ થાય તો મેચ 10.10 કલાકે પણ શરુ થઇ શકે છે. 2 કલાક લેટ શરુ થાય તો પણ ઓવર કપાશે નહીં. ફાઇનલ માટે રિઝર્વ ડે
29 મે ના રોજ રમાનાર ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પ્રથમ દિવસે વરસાદને કે કોઇ સંજોગોમાં મેચ ના રમાય તો બીજા દિવસે ફાઇનલ મુકાબલો રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર