Home /News /sport /CSK vs GT Live Streaming: IPLની ઓપનિંગ મેચમાં ચેન્નાઈની ટક્કર ગુજરાત સાથે, ક્યાં કઈ રીતે જોશો મેચ?

CSK vs GT Live Streaming: IPLની ઓપનિંગ મેચમાં ચેન્નાઈની ટક્કર ગુજરાત સાથે, ક્યાં કઈ રીતે જોશો મેચ?

IPL 2023ની આજથી થઈ રહી છે શરુઆત

IPL 2023, GT vs CSK Live Streaming, OTT And Channel: ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે શુક્રવારે IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જાણો મેચનું લાઈવ પ્રસારણ અને સ્ટ્રીમિંગ ક્યાં અને કઈ રીતે જોઈ શકાશે?

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ IPL 2023 (Indian Premier League)ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને 4 વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદ (Ahmedabad IPL)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે. આજની મેચ સિઝનની પહેલી મેચ હોવાની સાથે ગુરુ અને શિષ્યની મેચ છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઘણી વખત કહી ચૂક્યો છે કે તે એમએસ ધોની (MS Dhoni)નો મોટો ફેન છે અને તે ધોની પાસેથી ઘણું શીખ્યો છે માટે આજની મેચ બન્ને ટીમો વચ્ચે રોમાંચક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, IPLની શરુઆત જે મેદાન પરથી થઈ રહી છે તે ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ અને પાછલા વર્ષના IPL ચેમ્પિયન હોવાના કારણે હાર્દિકનું પલડું ધોની સામે ભારે રહેવાની સંભાવનાઓ વધુ છે. જોકે, ધોનીની ટીમ પણ આ વખતે ગજબની તાકાત સાથે મેદાનમાં ઉતરશે, ટીમમાં જાડેજા સહિતના ખેલાડીઓ ફુલ ફોર્મમાં છે.


આ તરફ ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાનું કદ વધ્યું છે અને શુબમન ગિલ, રાશિદ ખાન સહિતના ખેલાડીઓએ તાજેતરમાં જ કમાલ કરી છે. માટે ટીમને ત્રણ ગણી મજબૂત માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ હાર્દિકની GT ફરી બની શકે છે ચેમ્પિયન, તાકાત વધી

આવો જાણીએ IPL 2023ની ઓપનિંગ મેચનું પ્રસારણ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.


Q. ક્યારે રમાશે GT Vs CSK વચ્ચેની IPL 2023ની ઓપનિંગ મેચ?
A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ શુક્રવારે (31 માર્ચ)એ રમાશે.

Q. GT Vs CSKની આજની મેચ ક્યાં રમાવાની છે?
A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

Q. ગુજરાત અને ચેન્નાઈની મેચ કેટલા વાગ્યાથી રમાવાની શરુ થશે?
A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે રમાવાની છે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

Q. આજની ગુજરાત અને ચેન્નાઈની મેચનું જીવંત પ્રસારણ ક્યાં જોઈ શકાશે?
A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર નિહાળી શકાશે.

Q. ફોન કે લેપટોપમાં IPLની લાઈવ મેચ જોવા માટે શું કરવું?
A. આ મેચનું લાઈવ સ્ટ્રિમિંગ ભારતમાં જીયો સિનેમા એપ (Jio Cinema App) પર જોઈ શકાશે. આ સિવાય તમે સ્કોર અપડેટ્સ માટે https://gujarati.news18.com/ને ફોલો કરી શકો છો.
First published:

Tags: Indian premier league, IPL 2023