Home /News /sport /IPL Opening Ceremony 2023: આકાશમાં તરતી દેખાઈ વિશાળ ટ્રોફી, હર્ષ સંઘવીએ બતાવી એક ઝલક
IPL Opening Ceremony 2023: આકાશમાં તરતી દેખાઈ વિશાળ ટ્રોફી, હર્ષ સંઘવીએ બતાવી એક ઝલક
IPL 2023ની સાંજે યોજાશે ઓપનિંગ સેરેમની
IPL 2023, Narendra Modi Stadium: અમદાવાદથી IPLની શરુઆત થવા જઈ રહી છે. આ માટે જબરજસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક જરજસ્ત ઝલક બતાવી છે. જેમાં વિશાળ ટ્રોફી હવામાં તરતી દેખાય છે. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને તમન્ના ભાટિયા (Tamanna Bhatia) પોતાના પરફોર્મન્સને લઈને ઘણાં એક્સાઈટેડ છે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે આખી દુનિયાની આંખો અંજાઈ જાય તેવી ઝગમગ જોવા મળશે. દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાંજે મેચ પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં ભાગ લેવા માટે દિગ્ગજ મહેમાનોની સાથે ક્રિકેટ અને ભારતીય સિનેમા સાથે સંકળાયેલા મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે. બોલિવૂડની હસ્તીઓ મેચ પહેલા પરફોર્મન્સ પણ કરવાની છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિમયમમાં કરાયેલી તૈયારીની એક ઝલક બતાવી છે.
અમદાવાદમાં આજે ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી પહેલી મેચ સાથે IPL 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે, મેચ પહેલા અહીં ભવ્ય ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ડ્રોન શો જોવા મળી રહ્યો છે. આ નાનકડી ઝલકમાં IPLની શરુઆત કેટલી જબરજસ્ત હશે તે સ્પષ્ટ જોઈ શકાય છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, "નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તમામ રીતે તૈયાર છે, IPL 2023ની શરુઆત પહેલા ડ્રોન શોના રિહર્સલની એક ઝલક.."
હર્ષ સંઘવીએ શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે એક વિશાળ રોશનીથી ઝગમગતી IPL ટ્રોફી હવામાં તરતી જોવા મળી છે. આ સાથે અહીં IPLની સૌથી જાણીતી બનેલી ટ્યુન પણ વીડિયોમાં સંભળાઈ રહી છે.
આજની મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. આજની મેચ IPL 2023ની પહેલી મેચ છે તેની સાથે ગુરુ અને શિષ્ય વચ્ચે ટક્કર થવાની છે તેના કારણે મહત્વની છે. મહત્વનું છે કે ગુજરાત પાછલા વર્ષની સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું અને પહેલી મેચ હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે જેના કારણે ટીમનું પલડું આજે મેચ જીતવા માટે ભારે છે.
આજે સાંજે થવાની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયાની સાથે રશ્મિકા મંદાના પરફોર્મન્સ આપવાના છે. આ બન્ને બોલિવૂડ બ્યુટીએ જણાવ્યું કે તેમને ધોની અને વિરાટ કોહલી સૌથી વધારે પસંદ છે. બન્ને એક્ટ્રેસ ધમાકેદાર પરફોર્મન્સ માટે તૈયારી કરી રહ્યા છે અને તેઓ ઘણાં એક્સાઈટેડ છે.
આવો જાણીએ IPL 2023ની ઓપનિંગ મેચનું પ્રસારણ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.
Q. ક્યારે રમાશે GT Vs CSK વચ્ચેની IPL 2023ની ઓપનિંગ મેચ? A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ શુક્રવારે (31 માર્ચ)એ રમાશે.
Q. GT Vs CSKની આજની મેચ ક્યાં રમાવાની છે? A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
Q. ગુજરાત અને ચેન્નાઈની મેચ કેટલા વાગ્યાથી રમાવાની શરુ થશે? A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે રમાવાની છે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
Q. આજની ગુજરાત અને ચેન્નાઈની મેચનું જીવંત પ્રસારણ ક્યાં જોઈ શકાશે? A. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર નિહાળી શકાશે.
Q. ફોન કે લેપટોપમાં IPLની લાઈવ મેચ જોવા માટે શું કરવું? A. આ મેચનું લાઈવ સ્ટ્રિમિંગ ભારતમાં જીયો સિનેમા એપ (Jio Cinema App) પર જોઈ શકાશે. આ સિવાય તમે સ્કોર અપડેટ્સ માટે https://gujarati.news18.com/ને ફોલો કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર