IPLની મિસ્ટ્રી ગર્લ અંગે થયો ખુલાસો, આ ખેલાડી સાથે છે તેનું કનેક્શન

News18 Gujarati
Updated: May 2, 2018, 12:39 PM IST
IPLની મિસ્ટ્રી ગર્લ અંગે થયો ખુલાસો, આ ખેલાડી સાથે છે તેનું કનેક્શન

  • Share this:
IPL 2018ને તેના ફેન્સ મન મુકીને એન્જોય કરે છે. તેમાં ક્રિકેટ અને એન્ટરટેઇનમેન્ટનું પરફેક્ટ કોમ્બિનેશન દેખાય છે. ખેલાડીઓ પણ મસ્તીન મૂડમાં હોય છે. સોશિયલ મીડિયા પર પણ આઇપીએલ ટ્રેંડ કરી રહ્યું છે.

આ વચ્ચે એક એવી છોકરીની તસવીર વાઇરલ થઇ રહી છે જે કોણ છે તેની કોઇને ખબર નથી. આને આઈપીએલની મિસ્ટ્રી ગર્લ માનવામાં આવે છે. કોઇ તેમને પારલેજી ગર્લ કહી રહ્યું છે તો કોઇ તેને મોડલ માની રહ્યું છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની દરેક મેચમાં આ મિસ્ટ્રી ગર્લ દેખાઇ રહી છે.




પરંતુ તમને ખબર છે કે તે કોણ છે? આ મિસ્ટ્રી ગર્લ ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી દિપક ચહરની મોટી બહેન છે. જે તેમની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે.



તેમનું નામ માલતી ચહર છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ઘણી વાઇરલ થઇ રહી છે. માલતી ચહરનો બીજો ભાઇ રાહુલ ચહર છે જે મુંબઇ ઇન્ડિયન્સમાંથી રમે છે.




માલતી ચહર મિસ દિલ્હીની રનર-અપ રહી ચુકી છે. તે મોડલ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.



માલતી ધોનીની મોટી ફેન છે. નોંધનીય છે કે ચૈન્નાઇ સુપર કિંગ્સ ટોપ પોઝીશન પર છે.
First published: May 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading