IPL 2021: પ્રેકટીસ મેચમાં જોરદાર હવાઇ ફાયર કરતો જોવા મળ્યો ધોની, Video વાયરલ

  • Share this:
    નવી દિલ્હી: ત્રણ વાર ચેમ્પિયન બનેલી ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની આગામી સિઝન પહેલા સંપૂર્ણ રંગમાં જોવા મળી રહ્યો છે. તે પ્રેક્ટીસ સેશનમાં જોરદાર બેટીંગ કરી હવાઇ ફાયર કરતો જોવા મળી રહ્યો છે. ધોનીનો એક વીડિયો ચેન્નાઇ સુપરકિંગ્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે જોરદાર બેટીંગ કરતા જોવા મળી રહ્યો છે.

    ધોની હાલમાં આઈપીએલ (IPL 2021)ની 14 મી સીઝનની તૈયારી કરી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન ધોનીનો એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ધોની પ્રેક્ટિસમાં તેના જુના અંદાજમાં શોટ્સ રમતો જોવા મળી રહ્યો છે, અગાઉની સીઝન ખૂબ જ ખરાબ હતી અને તે પહેલીવાર હતું જ્યારે ટીમ પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકી. જોકે, ધોનીનો આ વીડિયો જોઈને લાગે છે કે, તે ચોથી વાર ટાઇટલ્સ જીતવા માટે મહેનત કરી રહ્યો છે.

    આ વીડિયોમાં ધોની નેટમાં બોલરોને જોરદાર બેટીંગ કરતો નજરે પડે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. ધોની ઉપરાંત તેનો જુનો સાથી સુરેશ રૈના પણ ચેન્નાઈની ટીમમાં સામેલ થયો છે. આઇપીએલમાં ધોનીએ અત્યાર સુધીમાં 204 મેચ રમી છે અને 40.99ની એવરેજથી કુલ 4632 રન બનાવ્યા છે. તેના નામે અત્યાર સુધીમાં 216 સિક્સર છે અને તે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનની યાદીમાં ત્રીજા સ્થાને છે.

    આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલે શરૂ થવાની છે, ચેન્નાઈની ટીમ તેની સીઝનની પહેલી મેચ 10 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે અંતિમ વખતની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
    Published by:kuldipsinh barot
    First published: