Home /News /sport /IPL 2023 Auction: સૌથી વધારે તકલીફમાં KKR, હૈદરાબાદ પાસે રૂપિયા જ રૂપિયા, જુઓ હરાજીની સૌથી મોટી અપડેટ્સ

IPL 2023 Auction: સૌથી વધારે તકલીફમાં KKR, હૈદરાબાદ પાસે રૂપિયા જ રૂપિયા, જુઓ હરાજીની સૌથી મોટી અપડેટ્સ

આઇપીએલ 2023 હરાજી

IPL 2023 MINI AUCTION માં આજે હરાજીમાં 991 પ્લેયરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી 405 પ્લેયરની હરાજી થશે. 10 ફ્રેંચાઈઝી દ્વારા ભરવા માટે વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ઘ છે,

આજે બપોરે 2:30 વાગ્યાથી કોચિમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (The Indian Premier League, IPL)ની હરાજી થશે. આ હરાજીમાં 991 પ્લેયરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી 405 પ્લેયરની હરાજી થશે. 10 ફ્રેંચાઈઝી દ્વારા ભરવા માટે વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ઘ છે, જેમાંથી 30 વિદેશી પ્લેયર હશે.

અહીં 10 ટીમ વિશે જાણકારી આપવામાં આવી છે કે, કઈ ટીમને શું જોઈએ છે અને તે કેવા સ્પોટ ભરવા માટે આગળ આવી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) - રૂ. 20.45 કરોડ

ડ્વેન બ્રાવો અને રોબિન ઉથપ્પાને રિલીઝ કર્યા બાદ ચાર વાર ચેમ્પિયન થયેલ આ ટીમ ફાસ્ટ બોલિંગ ઓલ રાઉન્ડરની શોધમાં છે, જે બેટિંગ લાઈન અપમાં પણ ટીમને મદદ કરે. ચેન્નાઈ સુપર કિંગ્સની નજર સૈમ કર્ર્ન પર હોઈ શકે છે, જેને વર્ષ 2019માં 5.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. CSKની યાદીમાં એક હાર્ડ હિટિંગ મિડલ ઓર્ડર બેટ્સમેન પણ શામેલ હશે. સ્પિનર બાબતે અહીં કોઈ સમસ્યા નથી. જોકે, CSK બેકઅપ ફાસ્ટ બોલરમાં દીપક ચહર અને મુકેશ ચૌધરી પર પોતાની પસંદગી ઉતારી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)- રૂ. 20.55 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વાર IPL જીતી છે. વર્ષ 2010 બાદ પહેલી વાર કાયરન પોલાર્ડની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ મેદાન પર ઉતરશે. આ ટીમ પાસે સૌથી સારા બેટ્સમેન છે, જેથી આ ટીમ એવા બોલર પર પસંદગી ઉતારશે, જે ઓલરાઉન્ડર હોય. સૌથી પહેલા આ ટીમ ફાસ્ટ બોલરને પ્રાથમિકતા આપશે, જેમાં તે જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર માટે બોલી લગાવી શકે છે. કુમાર કાર્તિકેય અને ઋતિક શૌકીને IPL 2022માં પોતાની બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. MI ટીમ સ્પિન વિભાગમાં અનુભવી બોલર પર પસંદગી ઉતારવા માંગે છે, જે માટે આદિલ રાશિદ અથવા એડમ જામ્પા પર બોલી લગાવી શકે છે. ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે ટીમમાં બેકઅપ વિકેટ કીપર ભારતીય પ્લેયર ઈશાન કિશાનની પસંદગી કરી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)- રૂ. 8.75 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક પણ વાર IPLનો ખિતાબ જીત્યો નથી અને આ ટીમ પાસે વધુ બજેટ પણ નથી. આ ટીમમાં અનેક પ્લેયર ખૂટી રહ્યા છે. આ ટીમના ચેકલિસ્ટમાં ભારતીય બેટ્સમેન સૌથી ઉપર હોઈ શકે છે. વિરાટ કોહલીને નંબર 3 પર યથાવત રાખવા માટે કેપ્ટન ફાક ડુ પ્લેસિસ સાથે પાર્ટનરશીપ કરવા માટે એક ભારતીય બેટ્સમેન ખરીદાઈ શકે છે. કોહલી ઓપનિંગ કરશે, તો RCB મધ્યક્રમના વિકલ્પને પણ જતો કરી શકે છે. મયંક અગ્રવાલ અને મનીષ પાંડે આ ભૂમિકા માટે પ્રબળ દાવેદાર રહ્યા છે, જે આ ઈનિંગને આગળ લઈ જઈ શકે છે. ગ્લેન મેક્સવેલ અને રજત પાટીદાર જેવા પ્લેયર આ તમામ ખેલાડીઓના વિકલ્પ તરીકે આવી શકે છે. RCBના વિદેશી ખેલાડી ડુ પ્લેસિસ, મેક્સવેલ, વાનિન્દુ હસરંગા અને જોશ હેજલવુડ આ ટીમમાં આવી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)- રૂ. 7.05 કરોડ

કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે ખૂબ જ ઓછુ બજેટ છે, જેથી બીજા નંબરે સૌથી મોટી સંખ્યામાં સ્લોટ ભરવામાં મુશ્કેલી પડી શકે છે. એક વિકેટકીપર અને એક બેટ્સમેનને શામેલ કરવા માટે રૂ. 7.05 કરોડનું સંતુલન કરવાનું રહેશે. અફઘાનિસ્તાના રહમાનુલ્લાહ ગુરબાજે હજુ સુધી IPLમાં રમ્યા નથી. જે ટીમમાં માન્યતા પ્રાપ્ત થયેલ માત્ર એક વિકેટકીપર છે. ટીમ સાઉદી, સુનિલ નરેન અને આંદ્ર રસેલની વિદેશી પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી શકે છે. નારાયણ જગદીસન, વિવરાંત શર્મા, શુભમ ખજૂરિયા અને રોહન કુન્નૂમલ પર વિચાર કરવામાં આવી શકે છે. આ ટીમ માટે મયંક અગ્રવાલ એક આદર્શ દાવેદાર હશે.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)- રૂ. 19.45 કરોડ

પાંચ ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ આ ટીમ ખૂબ જ યોગ્ય લાગી રહી છે. આ ટીમમાં પાંચ ખેલાડીઓને શામેલ કરવા માટે ટીમ પાસે રૂ. 19.45 કરોડ છે. જેનાથી કેટલાક પ્રસિદ્ધ ખેલાડીઓને ટીમમાં શામેલ કરવામાં આવી શકે છે. જેમાં બેન સ્ટોક્સ, સૈમ કર્ર્ન અને જેસન હોલ્ડર શામેલ થઈ શકે છે. ઋષભ પંતની આગેવાનીવાળી ટીમમાં ખૂબ જ સારા બોલર રહેલા છે. આ ટીમ નિષ્ણાંત ફિનિશર પર પણ વિચારણા કરશે, જેમાં રિલે રોસોવ અને નિકોલસ પર પસંદગી ઉતરી શકે છે. અન્ય ટીમની જેમ આ ટીમે પણે કેપ્ટન અને વિકેટકીપર ઋષભ પંત માટે એક કવરની જરૂર રહેશે. જે માટે કે.એસ. ભરતની અગાઉની હરાજીમાં રૂ. 2 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)- રૂ. 42.25 કરોડ

સતત બે સીઝનમાં નિરાશાનજનક પ્રદર્શન બાદ સનરાઈઝર્સ પોતાની ટીમમાં સુધારો કરવા માટે તૈયાર છે. કેન વિલિયમસનની આ IPLમાં હકાલપટ્ટી કરવામાં આવી છે, ત્યારબાદ તેના સ્થાન પર મયંક અગ્રવાલ, બેન સ્ટોક્સ, જેસન હોલ્ડર અને નિકોલસ પૂરન અંગે વિચારણા કરવામાં આવી શકે છે. જેસન રોય અને કેમરૂન ગ્રીન એક સારો વિકલ્પ છે. રાહુલ ત્રિપાઠી, અબ્દુલ સમદ અને એડેન માર્કરમ સાથે રેલી રોસોવની પણ પસંદગી કરવામાં આવી શકે છે. SRHની હરાજી યાદીમાં સ્પિનરને શામેલ કરવાના છે- જે માટે ઝમ્પા, રાશિદ અને હરફનમૌલા સિકંદર રઝાની પસંદગી કરવામાં આવી શકે છે. પેસ ડિપાર્ટમેન્ટમાં ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક પર બોલી બોલવામાં આવી શકે છે.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)- રૂ. 13.20 કરોડ

આજની હરાજીમાં રાજસ્થાન રોયલ્સ મિડલ ઓર્ડરમાં સ્થિરતા લાવી શકે તેવા ખેલાડીની શોધમાં રહેશે, જે લાંબા સમયથી ટીમનું નુકસાનકારક પાસું રહ્યું છે. જ્યારે શિમરોન હેટમાયર ઈનિંગ્સનો અંત લાવી શકે છે, ત્યારે રોયલ્સની ટીમ એવા ખેલાડીને શોધશે, જે પ્રારંભિક વિકેટ પડવાના કિસ્સામાં ટીમને સ્થિર કરી શકે અને જે મોડેથી ટીમની સ્થિતિ સેટ કરી શકે. મનીષ પાંડે, શાકિબ અલ હસન અને સિકંદર રઝા એવા વિકલ્પો છે, જે RR મોલ્ડમાં ફિટ થશે. છેલ્લા બે સાથે ટીમને વધારાનો બોલિંગનો વિકલ્પ પણ મળશે. ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ સેન જેવા બોલર્સની સાથે બેન સ્ટોક્સ, કેમેરૂન ગ્રીન અથવા જેસન હોલ્ડરના રૂપમાં અસલી ઓલરાઉન્ડર ખેલાડીઓની પસંદગીથી ટીમના બેટિંગ અને બોલિંગ લાઈન-અપને વધુ ઉંડાણ આપશે અને બેટિંગના ઉંડાણના અભાવને દુર કરશે.

પંજાબ કિંગ્સ (Punjab Kings)- રૂ. 32.2 કરોડ

પંજાબ પાસે શિખર ધવન જેવો એક નવો લીડર હશે અને તે તેની આક્રમક બ્રાન્ડ ક્રિકેટને બેટ સાથે ચાલુ રાખવાનો પુરો પ્રયત્ન કરશે. સેટલ બેટિંગ લાઇન-અપ સાથે હાર્ડ હિટર જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન અને ભાનુકા રાજપક્ષે અને અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા વિશ્વ-કક્ષાની પેસ જોડી બનાવી રહ્યા છે, ત્યારે પંજાબ કિંગ્સ ગુણવત્તાયુક્ત ઓલરાઉન્ડર અને સ્પિનર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે રાહુલ ચહર અને હરપ્રીત બ્રાર માટે બેકઅપ સાબિત થાય. પર્સમાં સૌથી વધુ રુપિયા હોવા મામલે પંજા કિંગ્સની ટીમ બીજા સ્થાન પર છે. જેથી હોટ પ્રોપર્ટી ગણાતા બેન સ્ટોક્સ અથવા કેમેરૂન ગ્રીન કિંગ્સ માટે તે સારો વિકલ્પ બની શકે છે. પંજાબની ટીમ મનીષ પાંડે અથવા કેન વિલિયમસન અને જો રૂટ જેવા વિદેશી વિકલ્પોની સાથે ટીમને રનની સ્થિરતા આપી શકે તેવા ખેલાડી માટે શોધ કરી શકે છે.

આ પણ વાંચો: સટ્ટાબજાર ગરમ! આજે IPL 2023 માટે ખેલાડીઓની હરાજી, આ દિગ્ગજોની કરોડોમાં લાગશે બોલી

લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)- રૂ. 23.35 કરોડ

સુપર જાયન્ટ્સની ટીમ ઓલરાઉન્ડરોથી ભરપૂર છે, પરંતુ તેની બેટિંગને મજબૂત કરવાની જરૂર પડશે. કારણ કે, આ ટીમ પાસે બેટિંગ વિભાગના સ્ટાર બેટ્સમેનોનો અભાવ છે. કેપ્ટન કે. એલ. રાહુલ અને ક્વિન્ટન ડી કોકની મજબૂત ઓપનિંગ જોડી પછી મિડલ ઓર્ડરમાં સ્થિર બેટ્સમેનોનો વિકલ્પ ટીમને સારી સ્થિતિમાં રાખશે. માર્કસ સ્ટોઇનિસ, આયુષ બડોની અને દીપક હુડ્ડા જેવા ખેલાડીઓ ફિનિશરની ભૂમિકા સારી રીતે ભજવી શકે છે. દુષ્મંથા ચમીરાને છોડી દેવાથી લખનઉ સુપર જાયન્ટ્સને ઈજાગ્રસ્ત થયેલ માર્ક વુડ માટે બેકઅપની જરૂર પડશે અને તે સેમ કર્રન માટે રુપિયા ખર્ચી શકે છે. જેસન હોલ્ડરને લખનઉ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને તે પગલું બેન સ્ટોક્સ અથવા કેમેરૂન ગ્રીનમાં મોટી-ટિકિટ સાઇનિંગ માટે સ્ટેજ સેટ કરી શકે છે.

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)- રૂ. 19.25 કરોડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યા પછ અપેક્ષા મુજબ જ ટીમમાં ઘણા ફેરફારો કર્યા નથી. ગુજરાતની ટીમ જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, તે ફાસ્ટ-બોલિંગ યુનિટ હશે, જ્યાં ટીમની પાસે હવે લોકી ફર્ગ્યુસન નથી. ટીમને અલઝારી જોસેફ અને મોહમ્મદ શમી માટે બેકઅપની જરૂર પડશે અને તે સંદર્ભમાં વિદેશી ખેલાડીનો વિકલ્પ શોધી શકે છે. બેટિંગનો એક વિશ્વસનીય વિકલ્પ ઉપર પણ ગુજરાતની નજર હશે. સાંઈ સુદર્શન મિડલ ઓર્ડરમાં એકદમ સાતત્યપૂર્ણ હતો, જ્યારે અભિનવ મનોહર ઇનિંગ્સના અંત તરફ યોગ્ય હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ડેવિડ મિલરને ટેકો આપવા માટે બંનેનું ન્યાયપૂર્ણ મિશ્રણ ઈચ્છે છે.
First published:

Tags: Auction, IPL 2022 Mega Auction, IPL 2023, IPL Auction 2022, Ipl live

विज्ञापन