IPL 2021 Auction: હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ખરીદ્યા 7 ખેલાડી, જુઓ હવે આવી છે ટીમ

IPL 2021 Auction: હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ખરીદ્યા 7 ખેલાડી, જુઓ હવે આવી છે ટીમ
IPL 2021 Auction:હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ખરીદ્યા 7 ખેલાડી, જુઓ હવે આવી છે ટીમ

આઈપીએલ 2013માં રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ અત્યાર સુધીમાં મુંબઇની ટીમ પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે

  • Share this:
    નવી દિલ્હી : આઇપીએલની 2021ની (IPL 2021 Auction)હરાજીમાં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટીમના ખાલી સ્લોટ ભરી દીધા છે. આ સાથે જ મુંબઇની ટીમ છઠ્ઠી વાર ચેમ્પિયન બનવા માટેની તૈયારી કરી લીધી છે. ટીમને હરાજી શરૂ કર્યા પહેલા જ વિદેશ પેસ બોલરની જરૂરિયાત હતી. ટીમે ન્યૂઝીલેન્ડના પેસ બોલર એડમ મિલ્ને (Adam milne)ને 3.20 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમની જરૂરિયાત પૂર્ણ કરી છે. એડમનો મુંબઇ ટીમ સાથે ખૂબ જ મજબૂત સબંધ છે. મહત્વનું છે કે મુંબઇના કોચ શેન બોન્ડ ન્યૂઝીલેન્ડના જ છે.

    મુંબઇ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયન પેસ બોલર નાથન કુલ્ટન નાઈલ (Nathan coultter-nile)ને પાંચ કરોડમાં ફરીથી ખરીદી લીધો છે. નાથને ગત સિઝનમાં 7 મેચોમાં 7.92ની ઈકોનોમીથી બોલિંગ કરીને 5 વિકેટ લીધી હતી. આશા રાખવામાં આવી રહી છે નવી સિઝન પણ તેના માટે સારી સાબિત થશે. ફાસ્ટ બોલરનો કોટા પૂર્ણ થયા બાદ મુંબઇની નજર દિગ્ગજ અને અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા (Piyush chawla) પર હતી. દિલ્લી કેપિટલ્સ સાથેની લડાઇ બાદ મુંબઇએ ચાવલાને 2.40 કરોડમાં ખરીદ્યો હતો. પીયૂષ ચાવલા આઇપીએલ 2021માં રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા સાથે ટીમમાં સ્પિન બોલિંગ કરતો જોવા મળી શકે છે.



    આ પણ વાંચો - IPL 2021 Auction: આ છે આઈપીએલના ઇતિહાસના 5 સૌથી મોંઘા ખેલાડી, ચારનો રેકોર્ડ ઘણો ખરાબ

    ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પર મુંબઇ ઈન્ડિયન્સે ખાસ આકર્ષણ દાખવ્યુ હતું. તેમણે જેમ્સ નિશામ (jems neesham)ને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે હાર્દિક પંડ્યાના બેક-અપ તરીકે ટીમમાં રહેશે. આ સાથે અન્ય એક અનકેપ્ડ બોલર યુદ્ધવીર ચરક (Yudhvir charak)ને પણ મુંબઇએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાના ઓલ રાઉન્ડર માર્કો જેન્શન (Marco Jansen)ને પણ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. માર્કો માટે ઝહીર ખાને કહ્યું કે તે છેલ્લા ગત 2 વર્ષથી આ ખેલાડીને ટ્રેક કરી રહ્યો છે. સચિનના પુત્ર અર્જુનને પણ મુંબઇની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

    2021 માટે મુંબઇની ટીમનું સંપૂર્ણ લિસ્ટ

    રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઈશાન કિસન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કુણાલ પંડ્યા. ક્વિન્ટોન ડી કોક, રાહુલ ચાહર, સૂર્યકુમાર યાદવ, ટ્રેટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, મોહસિન ખાન, એડમ મિલ્ને, નાથન કુલ્ટન, પીયૂષ ચાવલા, માર્કો જેન્સન, યુદ્ધવીર સિંહ, જેમ્સ નિશામ, અર્જુન તેંડુલકર.
    Published by:Ashish Goyal
    First published:February 19, 2021, 17:55 pm

    ટૉપ ન્યૂઝ