આઇપીએલ-2019માં પાર્ટીઓનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આ ક્રિકેટ ફોર્મેટમાં મેચ દરમિયાન ક્રિકેટર દર્શકોને જેટલું મનોરંજન કરે છે તેટલી જ મજા ક્રિકેટ પછી યોજાનારી પાર્ટીઓમાં કરે છે. આવા સમયે જ્યારે પણ આઈપીએલ પાર્ટીઓનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં ક્રિસ ગેઈલ અને બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાનો ઉલ્લેખ અવશ્ય થાય છે.
વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલની યાદીમાં જે ગર્લફ્રેન્ડ્સના નામ છે તેમાં ભારતની શર્લિન ચોપડા પણ સામેલ છે. શર્લિન અને ગેઈલના રોમાંસના સમાચારો 2010ની આઈપીએલ દરમિયાન બહાર આવ્યા હતા. ત્યારે શર્લિન અને ગેઈલ કોલકાતામાં લેટનાઇટ પાર્ટીમાં તોફાની અને વધારે નજીક ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ડાન્સનો વીડિયો યૂટ્યુબ ઉપર ઘણો જોવાયો હતો. શર્લિન ઇન્ડિયન મોડલ સાથે પ્લે બોય મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપી ચૂકી છે.
શર્લિને આ વિશે મીડિયામાં કહ્યું હતું કે આઈપીએલનાં અમે બંને સાથે પાર્ટીઓ કરી હતી પણ અમારી વચ્ચે અફેર જેવી કોઈ વાત નથી. તેણે મારી સાથે વાત કરી હતી. અમે બંનેએ થોડો સમય પસાર કર્યો હતો. ગેઈલ સારો વ્યક્તિ છે. મજાક મસ્તીવાળો છે પણ અમારી વચ્ચે અફેરનો કોઈ મતલબ નથી. શર્લિને એ વાતનો સ્વિકાર કર્યો હતો કે ગેઈલે તેને ડેટિંગનો પ્રસ્તાવ આપ્યો હતો. મને ગેઈલનો ડાન્સ પસંદ છે. અમે ડર્ટી ડાન્સિંગ કરી હતી અને જેમાં ઘણી મજા આવી હતી. હું તેને પસંદ કરું છું, તે એક પ્રામાણિક વ્યક્તિ લાગ્યો હતો.
નેન્સી સાથે લગ્ન પણ તલાક ક્રિસ ગેઈલના અફેરની ચર્ચા સતત હોય છે. ઘણી મહિલાઓ સાથે તેના નામ જોડાયા હતા. ગેઈલે નેન્સી સાથે લગ્ન કર્યા હતા. ઘણો સમય સાથે રહ્યા પછી બંનેના લગ્ન થયા હતા. નેન્સી જમૈકાની છે. લગ્નના થોડા મહિના પછી જ બંનેના અણબનાવ થયો હતો અને બંને અલગ થયા હતા.
નતાશાથી ત્રણ વર્ષની પુત્રી
માનવામાં આવે છે કે નતાશા જ ગેઈલની પ્રથમ ગર્લફ્રેન્ડ છે. તે ગેઈલ સાથે 2005માં આઈસીસી એવોર્ડ સમારોહમાં જોવા મળી હતી. જોકે આ પછી બંને અલગ થઈ ગયા હતા. આ પછી ગેઈલનો રોમાંસ નેન્સી સાથે શરુ થયો હતો અને બંનેના લગ્ન પણ થયા હતા. જોકે આ દરમિયાન ગેઈલ અને નતાશા ફરી નજીક આવ્યા હતા.
નતાશાએ એપ્રિલ-2016માં એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. જેનું નામ બ્લસ રાખવામાં આવ્યું છે. ગેઈલ અને નતાશાની વૈવાહિક સ્થિત સ્પષ્ટ નથી. કેટલાક લોકો નતાશાને ગેઈલની વાઇફ કહે છે તો કેટલાકના મતે તેમના લગ્ન થયા નથી. જોકે બંને સાથે જ રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર