Home /News /sport /

IPL 2022 Mega Auction: IPLનું મેગા ઓક્શન અમદાવાદની ટીમના કારણે વિલંબમાં મૂકાઈ શકે, જાણો રિપોર્ટ

IPL 2022 Mega Auction: IPLનું મેગા ઓક્શન અમદાવાદની ટીમના કારણે વિલંબમાં મૂકાઈ શકે, જાણો રિપોર્ટ

IPL 2022 Mega Auction : આઈપીએલ 2022ના મેગા ઓક્શનની તારીખમાં થઈ શકે છે વિલંબ

IPL Mega Auction 2022 : દસમાંથી દરેક ટીમને રિટેન્શન (IPL Retention) પહેલા 90 કરોડ રૂપિયાનું પર્સ આપવામાં આવ્યું હતું. તેમાંથી, આઠ ટીમોને ખેલાડીઓને જાળવી રાખવા માટે 42 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

  IPL2022 ની તૈયારી જોરશોર ચાલું છે. તેમાં પણ આ વર્ષે લખનૌ અને અમદાવાદ એમ બે (IPL Ahmedabad team)  નવી ફ્રેન્ચાઇઝી પણ શામેલ થશે. T20 લીગના વિસ્તરણને કારણે મેગા ઓક્શનની (IPL Mega Auction)  જરૂરિયાત ઊભી થઈ છે. આ દરમિયાન ટીમોને તેના મોટા ભાગના ખેલાડીઓને રીલીઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. તમામ આઠ ટીમો પોતાને શ્રેષ્ઠ બનાવવા વર્ષોથી અનેક સંશાધનો પર ખર્ચ કરી રહી છે. બીસીસીઆઈએ (BCCI) ટીમને ચાર ખેલાડીઓ રાખવાનો વિકલ્પ આપ્યો હતો, જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય, બે વિદેશી અને બે અનકેપ્ડ ખેલાડી હોઈ શકે છે.

  IPL 2022 Mega Acutionની તારીખો ઠેલાઈ શકે છે : અમદાવાદની ટીમના કાયદાકીય ક્લિયરન્સના કારણે આઈપીએલ 2022 મેગા ઓક્શનની તારીખ પાછી ઠેલાઈ શકે છે. અમદાવાદની ટીમ CVC કેપિટલના વકીલ અને બીસીસીઆઈ વચ્ચે આ અંગે સમજૂતી થઈ રહી છે. અહેવાલ મુજબ આ પ્રક્રિયાના કારણે મેગા ઓક્શનમાં વિલંબ થઈ શકે છે. સંભવત: તમામ પ્રક્રિયા મુંબઈમાં પણ થઈ શકે છે.

  IPL 2022 ખેલાડીઓની રીટેન્શન પ્રોસેસ  : આઠમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ સહિત માત્ર ચાર ફ્રેન્ચાઈઝીઓએ ચાર-ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રણ-ત્રણ ખેલાડીઓ રાખ્યા હતા, જ્યારે પંજાબ કિંગ્સે તેમના બે સિવાયના તમામ ખેલાડીઓને રીલીઝ કર્યા હતા.

  આ પણ વાંચો :IND vs SA 3rd Test : વિરાટ કોહલીનું કેપટાઉન ટેસ્ટ રમવું નક્કી, આ ખેલાડીઓ માથે લટકતી તલવાર!

  IPL 2022 મેગા ઓક્શનની તારીખ

  આ સંદર્ભમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, વિવિધ મીડિયા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે હરાજી બે દિવસ હશે. જેમાં 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી તારીખો નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

  જો કે, તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઇપીએલમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીના માલિકોના વિવાદને ધ્યાનમાં રાખીને હરાજી એક સપ્તાહ આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે. બીસીસીઆઈ અને સીવીસીના વકીલો ફ્રેન્ચાઈઝીના કરાર પર હસ્તાક્ષર કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે.

  IPL 2022 ક્યાં યોજાશે મેગા ઓક્શન?

  સંભાવિત સ્થળોમાં બેંગલુરુ શામેલ છે. આ સ્થળ પર મેગા ઓક્શન યોજાઇ શકે છે. જો કે, ભારતમાં કોવિડની સ્થિતિ સતત વણસી રહી હોવાથી ઓક્શનને નવી જગ્યાએ ખસેડવામાં આવે તેવી શક્યતા છે. કોલકાતા, કોચી અને મુંબઈને સ્ટેન્ડબાય સ્થળ તરીકે રખાયા છે. પરંતુ જો જરૂરી લાગશે તો હરાજી ભારતની બહાર તેમજ સંભવિત સ્થળ UAમાં યોજવામાં આવી શકે છે.

  આ પણ વાંચો : IND vs SA: આવો છે Cape Townમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, ન્યૂલેન્ડ્સમાં નથી મળી જીત

  IPL 2022 ઓક્શન પર્સ

  દસમાંથી દરેક ટીમને રિટેન્શન પહેલા 90 કરોડ રૂપિયાનું પર્સ આપવામાં આવ્યું હતું. તેમાંથી, આઠ ટીમોને ખેલાડીઓને જાળવી રાખવા માટે 42 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

  ટીમો પાસે હાલ વધેલું પર્સ છે : પંજાબ કિંગ્સ – રૂ. 72 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ – રૂ. 68 કરોડ, રાજસ્થાન રોયલ્સ – રૂ. 62 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 57 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ – રૂ. 48 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ – રૂ. 48 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ – રૂ. 48 કરોડ, દિલ્હી કેપિટલ્સ - રૂ. 47.5 કરોડ.
  First published:

  Tags: IPL 2022, IPL Mega Auction 2022

  આગામી સમાચાર