IPL Media Rights E auction Updates - બીસીસીઆઈએ આ વખતે આ હરાજી માટે આધાર મૂલ્ય 32890 કરોડ રૂપિયા નક્કી કરી છે, જે 2023થી 2027 સુધી એમ પાંચ વર્ષ માટે રહેશે
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મીડિયા રાઇટ્સની ઇ-હરાજી શરુ (ipl media rights e auction) થઇ ગઇ છે. વર્તમાનમાં નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ), ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) અને મેજર લીગ બેસબોલ પછી આઈપીએલ લીગ ચોથા નંબરે છે. બીસીસીઆઈને આશા છે કે હરાજી પછી આઈપીએલ બીજા ક્રમે આવી જશે. ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન મીડિયા રાઇટ્સ રેસથી હટી ગઇ છે. સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર્સ ડિઝની હોટસ્ટાર, સોની, વાયકોમ18 જેવી મોટી કંપનીઓ હરાજીમાં ભાગ લઇ રહી છે. ગત વર્ષે સ્ટાર ઇન્ડિયાએ 2018થી 2022 માટે આઈપીએલ ઇન્ડિયા બ્રોડકાસ્ટના મીડિયા રાઇટ્સ (IPL Media Rights)જીત્યા હતા. સ્ટાર ઇન્ડિયાએ ગ્લોબલ બિડમાં 16347 કરોડની સૌથી ઉંચી બોલી લગાવી હતી. બીસીસીઆઈએ આ વખતે આ હરાજી માટે આધાર મૂલ્ય 32890 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે 2023થી 2027 સુધી એમ પાંચ વર્ષ માટે રહેશે.
IPL મીડિયા રાઇટ્સ માટે 10 કંપનીઓ રેસમાં
આઈપીએલના મીડિયા રાઇટ્સ માટે અત્યાર સુધી 10 કંપનીઓ (ટીવી અને સ્ટ્રીમિંગ) રેસમાં છે. આ વખતે મીડિયા અધિકારો માટે 4 વિશેષ પેકેજ છે. જેમાં પ્રત્યેક સત્રની 74 મેચો માટે 2 દિવસ સુધી ઇ-હરાજી કરવામાં આવશે. 2026-27માં મેચોની સંખ્યા વધારીને 94 કરવાની પણ જોગવાઇ છે. હાલમાં જ આઈપીએલમાં બે નવી ટીમો જોવા મળી હતી. નવી ટીમોથી બીસીસીઆઈને 1.7 અબજ ડોલરની કમાણી થઇ હતી.
બીસીસીઆઈના સચિવ જય શાહે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વર્તમાનમાં એનએફએલમાં એક માટે માટે બ્રોડકાસ્ટરે 17 મિલિયન ડોલરનું પેમેન્ટ કરવું પડે છે. આ કોઇપણ સ્પોર્ટ્સ લીગ માટે સૌથી વધારે છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં 11 મિલિયન ડોલર અને મેજર લીગ બેસબોલનો આંકડો પણ લગભગ સમાન છે. છેલ્લા પાંચ વર્ષના ચક્રમાં અમને એક આઈપીએલ મેચથી 9 મિલિયન ડોલર મળ્યા છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે બીસીસીઆઈએ શાનદાર કિંમતની શોધ અને પારદર્શી પ્રક્રિયા માટે ઇ-હરાજીનો વિકલ્પ પસંદ કર્યો છે. ઇ-હરાજીમાં ચાર પ્રકારના પેકેજ છે. પેકેજ-એ માં ભારતીય ઉપમહાદ્વિપ એક્સક્લૂસિવ ટીવી (પ્રસારણ) અધિકાર છે. પેકેજ-બી માં ભારતીય ઉપમહાદ્વીપ માટે ડિજિટલ અધિકાર સામેલ છે. પેકેજ સી દરેક સિઝનમાં 18 ખાસ મેચોના ડિજિટલ અધિકારો માટે છે. જ્યારે પેકેજ ડી (બધી મેચો) વિદેશી બજાર અને ટીવી-ડિજિટલ માટે સંયુક્ત અધિકારના રહેશે.
જય શાહે કહ્યું કે બીસીસીઆઈએ પેકેજની શરૂઆત કરી છે જેથી ઘણા પ્લેયર્સ હરાજીનો ભાગ બને. અમારે રમતને વિસ્તાર કરવાની જરૂર છે અને તેનાથી મદદ મળશે. એનએફએલનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેના સાત બ્રોડકાસ્ટિંગ પાર્ટનર છે અમે ફક્ત ત્રણ કે ચાર જોઈ રહ્યા છીએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર