Home /News /sport /

હવે આઇપીએલની પિચ ઉપર ચૂંટણી પંચ કરશે પ્રચાર!

હવે આઇપીએલની પિચ ઉપર ચૂંટણી પંચ કરશે પ્રચાર!

મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે અલગ આઇડિયા શોધ્યો

મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે અલગ આઇડિયા શોધ્યો

  ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ આ વખતે મતદાતાઓને જાગૃત કરવા પર ભાર આપી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે અલગ આઇડિયા શોધ્યો છે. લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આઈપીએલની મેચોનો ઉપયોગ કરવામાં આવશે. જેની શરુઆત મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચથી થઈ ગઈ છે.

  એક અધિકારીએ જણાવ્યું હતું કે તે મેચમાં મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવા માટે બધી સંબંધિત સામગ્રી દેખાડવામાં આવી હતી.આ પહેલા ઇલેક્શન કમિશનરે મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચીન અધિકારી સાથે મતદાતા જાગરુકતા અભિયાન માટે ક્રિકેટ બોર્ડ સાથે સંપર્ક કરવા કહ્યું હતું. અધિકારીએ કહ્યું હતું કે બીસીસીઆઈના પ્રતિનિધિઓને મળીને તેમને મતદાન પ્રત્યે જાગરુકતા વધારવા સંબંધિત સામગ્રી આપવામાં આવી હતી, જે દર્શકોને આપવામાં આવશે. મુંબઈમાં રમાનાર બધી મેચોમાં આમ કરવામાં આવશે.

  આ પણ વાંચો - જ્યારે IPL પાર્ટીમાં એવો ડાન્સ કરવા લાગ્યા હતા ગેઈલ અને શર્લિન, બધા રહી ગયા હતા દંગ

  લોકોને વોટના મહત્વ વિશે સમજાવવા માટે ખાસ રીતે તૈયાર કરેલ એડ બ્રેક દરમિયાન બતાવવામાં આવશે, આ માટે એફએમ રેડિયોનો પણ ઉપયોગ કરવામાં આવશે
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ipl 2019, IPL matches, આઇપીએલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन