કાવેરી વિવાદને કારણે IPLની મેચો ચેન્નાઇથી બહાર ખસેડાઈઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: April 11, 2018, 5:15 PM IST
કાવેરી વિવાદને કારણે IPLની મેચો ચેન્નાઇથી બહાર ખસેડાઈઃ રિપોર્ટ

  • Share this:
ચેન્નાઈમાં રહેનાર ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચનાને લઈને થઈ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિઝન 11ની  મેચો ચેન્નાઈમાં થવાની હતી તેમનું સ્થળ બદલી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર હવે ચેન્નાઈમાં થનાર બધા જ મેચ કેરલમાં થશે. પ્રદર્શનકારીઓ દ્વારા સતત આ વાતની માંગ કરવામાં આવી રહી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે, રાજ્યનો માહોલ બરાબર ચાલી રહ્યો નથી, તેથી આઈપીએલની મેચનું અહી આયોજન કરવું જોઈએ નહી.

તે ઉપરાંત પ્રદર્શનકારીઓએ તે વાત પણ કહી હતી કે, ચેન્નાઈમાં આઈપીએલ આયોજન કરવામાં આવશે તેવામાં યુવાઓનું ધ્યાન કાવેરીથી ભટકીને ક્રિકેટમાં ચાલ્યું જશે. જોકે, સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શન છતાં મંગળવારે એટલે 10 એપ્રિલે ચેપક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. લોકોએ કાલની મેચનો વિરોધ કરતાં સ્ટેડિયમની અંદર બૂટ-ચપ્પલ નાંખ્યા હતા. મેચ બાદ લોકો કાવેરી વિવાદને લઈને નારાઓ પણ લગાવી રહ્યાં હતા. પ્રદર્શન દરમિયાન સીએસકેના મશહૂર ખેલાડી અને દક્ષિણ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ ઉપર બૂટ ફેકવામાં આવ્યો હતો.મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ મેદાનમાંથી જૂતાઓને પગ વડે લાત મારીને મેદાનથી બહાર નિકાળતો નજરે પડ્યો હતો. જ્યારે ફાફ ડૂ પ્લેસિસ પણ હાથમાં જૂતો પકડીને ઉભેલો નજરે પડ્યો હતો. ફાફ ડૂ પ્લેસિસ મેદાન બહાર સીએસકેના ખેલાડીઓને જ્યારે પાણી પિવડાવી રહ્યો હતો, ત્યારે તેના પર જૂતો પડ્યો હતો.
First published: April 11, 2018
વધુ વાંચો
अगली ख़बर