SRH vs RCB: વોર્નર-બેરિસ્ટોની સદી, હૈદરાબાદનો 118 રને ભવ્ય વિજય

બેરિસ્ટોના 56 બોલમાં 12 ફોર અને 7 સિક્સર સાથે 114 રન , વોર્નરના 55 બોલમાં 100* રન, બેંગલોરનો સતત ત્રીજો પરાજય

News18 Gujarati
Updated: March 31, 2019, 7:48 PM IST
SRH vs RCB: વોર્નર-બેરિસ્ટોની સદી, હૈદરાબાદનો 118 રને ભવ્ય વિજય
બેરિસ્ટોના 56 બોલમાં 12 ફોર અને 7 સિક્સર સાથે 114 રન , વોર્નરના 55 બોલમાં 100* રન, બેંગલોરનો સતત ત્રીજો પરાજય
News18 Gujarati
Updated: March 31, 2019, 7:48 PM IST
જોની બેરિસ્ટો(114) અને ડેવિડ વોર્નર (100*)ની સદી બાદ મોહમ્મદ નબી (4 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 118 રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબી 19.5 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થયું હતું. બેંગલોરનો સતત ત્રીજો પરાજય થયો છે.

પાર્થિવ પટેલ 11, હેટમાયર 9 અને ડી વિલિયર્સ 1 રને આઉટ થયો હતો. ત્રણેય વિકેટ મોહમ્મદ નબીએ ઝડપી હતી. વિરાટ કોહલી 3 અને મોઈન અલી 2 રને આઉટ થતા આરસીબીએ 30 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે જ તેનો પરાજય નિશ્ચિત બની ગયો હતો.

જોની બેરિસ્ટો(114) અને ડેવિડ વોર્નર (100*)ની સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 20 ઓવરમાં 2 વિકેટે 231 રન બનાવ્યા હતા. આરસીબીને જીતવા માટે 232 રનનો પડકાર મળ્યો છે.

બેરિસ્ટોએ શાનદાર બેટિંગ કરતા 56 બોલમાં 12 ફોર અને 7 સિક્સર સાથે 114 રન બનાવ્યા હતા. બેરિસ્ટોને આઉટ કરવામાં ચહલ સફળ રહ્યો હતો. આ પહેલા બેરિસ્ટોએ 51 બોલમાં 12 ફોર અને 5 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.  બેરિસ્ટો અને વોર્નર વચ્ચે પ્રથમ વિકેટ માટે 185 રનની ભાગીદારી નોધાઈ હતી.



વિજય શંકર 9 રન બનાવી રન આઉટ થયો હતો. હૈદરાબાદે 202 રને બીજી વિકેટ ગુમાવી હતી. ડેવિડ વોર્નરે 55 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 100 રન બનાવ્યા હતા.
Loading...

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદ આજની મેચમાં વિલિયમ્સન વગર રમવા ઉતરશે. વિલિયમ્સનના સ્થાને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીનો સમાવેશ કરાયો છે.

બંને ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો, વિજય શંકર, યૂસુફ પઠાણ, મનીષ પાંડે, મોહમ્મદ નબી, દીપક હુડ્ડા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, ડી વિલિયર્સ, શિમરોન હેટમાયર, મોઈન અલી, કોલીન ગ્રાન્ડહોમ, શિવમ દુબે, ચહલ, ઉમેશ યાદવ, પ્રયાસ રાય બર્મન, મોહમ્મદ સિરાજ
First published: March 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...