RR vs KKR: કોલકાતાનો વિજય, પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને

રાજસ્થાન - 139/3, કોલકાતા - 140/2 (13.5), રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે પરાજય

રાજસ્થાન - 139/3, કોલકાતા - 140/2 (13.5), રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે પરાજય

  • Share this:
    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્રિસ લિનની અડધી સદી (50) અને સુનીલ નરૈન (47)ની આક્રમક બેટિંગની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો.

    રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 139 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે કોલકાતા પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને આવી ગયું છે.

    લિન અને નરૈને શાનદાર શરુઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 8.3 ઓવરમાં 91 રનની ભાગીદારી નોંધાવી હતી. નરૈન 25 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. લિન 32 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવી ગોપાલનો બીજો શિકાર બન્યો હતો.

    સ્ટિવન સ્મિથના અણનમ 73 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 139 રન બનાવ્યા છે. કોલકાતાને જીતવા માટે 140 રનનો પડકાર મળ્યો છે.



    રહાણે 5 રને એલબી આઉટ થયો હતો. આ પછી બટલર અને સ્મિથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. બટલર 37 રને આઉટ થયો હતો. સ્મિથે એક છેડો સાચવી રાખતા 44 બોલ સાથે 50 રન બનાવ્યા હતા. ત્રિપાઠી 6 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ 59 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 73 રન બનાવી અણનમ રહ્યો હતો.

    કોલકાતા નાઇટ રાઇડર્સના સુકાની દિનેશ કાર્તિકે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં એક ફેરફાર કરાયો છે. લોકી ફર્ગ્યુશનના સ્થાને હૈનરી ગુર્નેનો સમાવેશ કરાયો છે. રાજસ્થાનમાં સ્ટુઅર્ટ બિન્ની અને વરુણ એરોનના સ્થાને પ્રશાંત ચોપડા અને મિથુનનો સમાવેશ કરાયો છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, બટલર, સ્મિથ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, પ્રશાંત ચોપડા, કે ગૌતમ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, મિથુન, ધવલ કુલકર્ણી.

    કોલકાતા નાઇટ રાઇડર્સ - ક્રિસ લિન, સુનીલ નરૈન, ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, આંન્દ્રે રસેલ, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, હેની ગુર્ને, પ્રદીશ ક્રિષ્ના
    Published by:Ashish Goyal
    First published: