Home /News /sport /KXIP vs MI : લોકેશ રાહુલ ઝળક્યો, કિંગ્સ ઇલેવન પંજાબનો 8 વિકેટે વિજય

KXIP vs MI : લોકેશ રાહુલ ઝળક્યો, કિંગ્સ ઇલેવન પંજાબનો 8 વિકેટે વિજય

રાહુલના 57 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 71 રન

રાહુલના 57 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 71 રન

લોકેશ રાહુલની અણનમ અડધી સદી (71*) અને ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલની શાનદાર બેટિંગની મદદથી આઇપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ગેઈલ 24 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 40 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ અને ગેઈલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી. અગ્રવાલ 21 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 43 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. રાહુલે 57 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 71 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 50 રન બનાવ્યા હતા.

ક્વિન્ટોન ડી કોકની 60 રનની ઇનિંગ્સની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા છે. પંજાબને જીતવા માટે 177 રનનો પડકાર મળ્યો છે. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 45 રન બનાવ્યા હતા અને તેની 3 વિકેટો પડી હતી.

રોહિત શર્મા 32 રન બનાવી વિલ્જોનની ઓવરમાં એલબી થયો હતો. રોહિતે 5 ફોર ફટકારી હતી.  રોહિત અને ડી કોક વચ્ચે 51 રનની ભાગીદારી નોંધાઈ હતી. સૂર્યકુમાર યાદવ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 11 રને આઉટ થયો હતો.

ડી કોકે 35 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ ક્વિન્ટોન ડી કોકે આઈપીએલમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે 37 ઇનિંગ્સમાં આ આંકડો પૂરો કર્યો છે. ડી કોકે 39 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 60 રન બનાવ્યા હતા. યુવરાજ 18 રને આઉટ થયો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર.અશ્વિને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમો આ પ્રમાણે છે

કિંગ્સ ઇલેવન પંજાબ - લોકેશ રાહુલ, ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, ડેવિડ મિલર, એમ સિંઘ, આર.અશ્વિન, વિલજોઈન, એન્ડ્રયુ ટાય, એમ.અશ્વિન, મોહમ્મદ શમી.

મુંબઈ ઇન્ડિયન્સ - ડી કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, મેક્લેનઘાન, મયંક માર્કન્ડે, બુમરાહ, મલિંગા.
First published:

Tags: Ipl 2019, Kxip vs mi, Mohali

विज्ञापन