બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 19.2 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હી એકસમયે 3 વિકેટે 143 રન બનાવી શાનદાર સ્થિતિમાં હતું. જોકે પંત આઉટ થયા પછી ધબડકો થયો હતો.સેમ કુરેને હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી હતી.
પૃથ્વી શો મેચના પ્રથમ બોલે જ આઉટ થયો હતો. ઐયર અને ધવને બાજી સંભાળી બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. ઐયર 28 રને બોલ્ડ થયો હતો. ધવન 30 રને અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. પંતે શાનદાર ફોર્મ જાળવી રાખતા 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 39 રન બનાવ્યા હતા.
ડેવિડ મિલરના 43 અને સરફરાઝ ખાનના 39 રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 9 વિકેટે 166 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 167 રનનો પડકાર મળ્યો છે. પંજાબે અંતિમ 5 ઓવરમાં ફક્ત 37 રન બનાવ્યા હતા અને 5 વિકેટ ગુમાવી દીધી હતી.
લોકેશ રાહુલ 15 રન બનાવી મોરિસની ઓવરમાં એલબી થયો હતો. કુરૈન 10 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 20 રન બનાવી આઉટ થયો હતો. આ પછી મયંક અગ્રવાલ 6 રન બનાવી રન આઉટ થયો હતો.
સરફરાઝ અને મિલરે બાજી સંભાળતા 62 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી સરફરાઝ ખાન 39 રને આઉટ થયો હતો. ડેવિડે મિલરે બાજી સંભાળતા 43 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
દિલ્હી તરફથી ક્રિસ મોરિસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રબાડા અને લામિચાને 2-2 વિકેટ મળી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમમાં અમિત મિશ્રાને સ્થાને આવેશ ખાનનો સમાવેશ કરાયો હતો. ગેઈલને આરામ આપવામાં આવ્યો હતો.