આઈપીએલ 2019ની 12મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમવામાં આવી. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવી. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ ચેન્નાઈને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 175 રન બનાવ્યા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 167 રન જ બનાવી શક્યું. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની 08 રને શાનદાર જીત થઈ છે.
ચેન્નાઈ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
અંબાતી રાયડુ 8 બોલમાં 1 રન બનાવી આઉટ થયો
શેન વોટ્સન 13 બોલમાં 13 રન બનાવી આઉટ થયો
સુરેશ રૈના 32 બોલમાં 36 રન બનાવી આઉટ થયો
કેદાર જાધવ 03 બોલમાં 08 રન બનાવી આઉટ થયો
બ્રાવો 16 બોલમાં 27 રન બનાવી આઉટ થયો
જ્યારે મહેન્દ્ર સિંહ ધોની 46 બોલમાં 75 રન અને રવિન્દ્ર જાડેજા 03 બોલમાં 8 રન બનાવી 20 ઓવરના અંતે અણનમ રહ્યા હતા.
રાજસ્થાન - કોણે કેટલી વિકેટ લીધી
ધવલ કુલકર્ણીએ 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી
ઝોફર આર્ચરે 04 ઓવરમાં 17 રન આપી 02 વિકેટ લીધી
બેન સ્ટોક્સે 03 ઓવરમાં 30 રન આપી 01 વિકેટ લીધી
શ્રેયસ ગોપાલે 03 ઓવરમાં 23 રન આપી એક પણ વિકેટ ન લીધી
ક્રિશ્નપ્પા ગૌતમે 02 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી
જયદેવ ઉનડકટે 04 ઓવરમાં 54 રન આપી 01 વિકેટ લીધી
રાજસ્થાન - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
આજિંક્ય રહાણે 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો
જોસ બટલર 07 બોલમાં 06 રન બનાવી આઉટ થયો
સંજુ સેમસન 10 બોલમાં 08 રન બનાવી આઉટ થયો
રાહુલ ત્રિપાઠી 24 બોલમાં 39 રન બનાવી આઉટ થયો
સ્ટિવન સ્મીથ 30 બોલમાં 28 રન બનાવી આઉટ થયો
કે ગૌતમ પણ 08 બોલમાં 9 રન બનાવી આઉટ થયો
બેન સ્ટેક્સ 26 બોલમાં 46 રન બનાવી આઉટ થયો
શ્રેયસ ગોપાલ 03 બોલમાં એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો
જ્યારે જોફર આર્ચર 11 બોલમાં 24 રન બનાવી 20 ઓવરના અંતે અણનમ રહ્યો હતો
ચેન્નાઈ - કોણે કેટલી વિકેટ લીધી
દિપક ચહરે 04 ઓવરમાં 19 રન આપી 02 વિકેટ લીધી
શાર્દુલ ઠાકુરે 04 ઓવરમાં 42 રન આપી 02 વિકેટ લીધી
માઈકલ શેંટનરે 02 ઓવરમાં 26 રન આપી એક પણ વિકેટ ન લીધી
રવિન્દ્ર જાડેજાએ 02 ઓવરમાં 23 રન આપી એક પણ વિકેટ ન લીધી
ઈમરાન તાહિરે 04 ઓવરમાં 23 રન આપી 02 વિકેટ લીધી
ડ્રેવન બ્રાવોએ 04 ઓવરમાં 32 રન આપી 02 વિકેટ લીધી