Home /News /sport /ચેન્નાઈની 05 વિકેટે શાનદાર જીત, પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર

ચેન્નાઈની 05 વિકેટે શાનદાર જીત, પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર

    કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ સિઝન 11ની 56મી મેચ રમાઈ રહી છે. આ મુકાબલો મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમ પુનેમાં રમાઈ રહ્યો છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ પંજાબને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરી 19.4 ઓવરના અંતે 10 વિકેટના નુકશાને 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.1 ઓવરમાં 159 રન બનાવી શાનદાર પાંચ વિકેટે જીત મેળવી છે.

    પંજાબ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
    - બીજી ઓવરના બીજા બોલે લૂંગી નગીડીની ઓવરમાં ક્રિશ ગેઈલ 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ થયો
    - ત્રીજી ઓવરના પાંચમા બોલે દિપક ચહરની ઓવરમાં એરોન ફિંચ 06 બોલમાં 04 રન બનાવી સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયો
    - ચોથી ઓવરના છેલ્લા બોલે લૂંગી નગીડીની ઓવરમાં લોકેશ રાહુલ 11 બોલમાં 07 રન બનાવી ક્લિન બોલ્ડ થયો
    - 12મી ઓવરના પ્રથમ બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં મનોજ તિવારી 30 બોલમાં 35 રન બનાવી વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ થયો
    - 13મી ઓવરના પ્રથમ બોલે ડ્વેઈન બ્રાવોની ઓવરમાં ડેવિડ મિલર 22 બોલમાં 24 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો
    - 17મી ઓવરના ત્રીજા બોલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં અક્ષર પટેલ 12 બોલમાં 14 રન બનાવી સેમ બિલિંગ્સના હાથે કેચ આઉટ થયો
    - 18મી ઓવરના પ્રથમ બોલે લુંગી નગીડીની ઓવરમાં રવિચંદ્રન અશ્વિન 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ
    - 18મી ઓવરના ત્રીજા બોલે લુંગી નગીડીની ઓવરમાં આંદ્રે ટાઈ 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર સુરેશ રૈનાના હાથે કેચ આઉટ
    - 19મી ઓવરના પાંચમા બોલે ડ્વેઈન બ્રાવોની ઓવરમાં કરૂણ નાયર 26 બોલમાં 54 રન બનાવી દિપક ચહરના હાથે કેચ આઉટ થયો
    - 20મી ઓવરના ચોથા બોલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં અંકિત રાજપુત 04 બોલમાં 02 રન બનાવી ફેફ ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ

    ચેન્નાઈ - કોણે કેટલી વિકેટ લીધી
    - દિપક ચહરે 04 ઓવરમાં 30 રન આપી 01 વિકેટ લીધી
    - લુંગી નગીડીએ 04 ઓવરમાં 10 રન આપી 04 વિકેટ લીધી
    - હરભજન સિંગે 01 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી
    - શાર્દુલ ઠાકુરે 3.4 ઓવરમાં 33 રન આપી 02 વિકેટ લીધી
    - ડ્વેઈન બ્રાવોએ 04 ઓવરમાં 39 રન આપી 02 વિકેટ લીધી
    - રવિન્દ્ર જાડેજાએ 03 ઓવરમાં 23 રન આપી 01 વિકેટ લીધી

    ચેન્નાઈ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
    - બીજી ઓવરના બીજા બોલે મોહિત શર્માની ઓવરમાં અંબાતી રાયડુ 03 બોલમાં 01 રન બનાવી લોકેશ રાહુલના હાથે કેચ આઉટ
    - પાંચમી ઓવરના ત્રીજા બોલે અંકિત રાજપુતની ઓવરમાં ફેફ ડુ પ્લેસિસ 15 બોલમાં 14 રન બનાવી ક્રિશ ગેઈલના હાથે કેચ આઉટ થયો
    - પાંચમી ઓવરના ચોથા બોલે અંકિત રાજપુતની ઓવરમાં સેમ બિલિંગ્સ 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર ક્લિન બોલ્ડ થયો
    - 11મી ઓવરના પ્રથમ બોલે રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં હરભજન સિંગ 22 બોલમાં 19 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ
    - 17મી ઓવરના પ્રથમ બોલે આર. અશ્વિનની ઓવરમાં દિપક ચહર 20 બોલમાં 39 રન બનાવી મોહિત શર્માના હાથે કેચ આઉટ થયો
    - સુરેશ રૈના 48 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યો હતો
    - મહેન્દ્રસિંહ ધોની 07 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યો હતો

    પંજાબ - કોણે કેટલી વિકેટ લીધી
    અંકિત રાજપુતે 04 ઓવરમાં 19 રન આપી 02 વિકેટ લીધી
    મોહિત શર્માએ 3.1 ઓવરમાં 28 રન આપી 01 વિકેટ લીધી
    આંદ્રે ટાઈએ 04 ઓવરમાં 47 રન આપી એક પણ વિકેટ ન લીધી
    અક્ષર પટેલે 04 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી
    રવિચંદ્રન અશ્વિને 04 ઓવરમાં 36 રન આપી 02 વિકેટ લીધી

    ચેન્નઈ સુપર કિંગ્સ

    શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમ.એસ. ધોની, ડ્વેઈન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, ડેવિડ વિલ્લી, હરભજન સિંઘ, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર

    પંજાબ ટીમ

    રવિચદ્રન અશ્વિન (કેપ્ટન), અક્ષર પટેલ, યુવરાજસિંહ, કરૂણ નાયર, લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઈનિસ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મનોજ તિવારી, મોહિત શર્મા, મુઝીબ જદરાન, બરિન્દર સરાં, એન્ડ્ર્યૂ ટાઈ, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહૂ, મયંક ડાગર, મંજૂર દાર
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK Vs KXIP, Ipl 2018

    विज्ञापन
    विज्ञापन